

પટેલ બ્રિજેશકુમાર, ભરૂચ
તા.૦૫/૦૬/૨૦૨૪
આજ રોજ ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે વાલીયા રેંજનો સ્ટાફ વાલિયા તાલુકા કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજ એચ.આર. ઠક્કર તથા વકીલ મંડળ ની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી.
વધતા જતા ઉદ્યોગોનો વિકાસ વધતી જતી સોસાયટીઓ વધુ તું જતું પ્રદૂષણ. ગટતા જતા વૃક્ષો. ને કારણે આજે પર્યાવરણને ઘણું નુકસાન કરેલ છે. ઋતુઓ અસ્તવ્યસ્ત થઈ ગયેલ છે. વધુ પડતો તાપ કાળઝાળ ગરમી પડવી. કામોશમી વરસાદ. ને કારણે ખેડૂતોને નુકસાન. અને અન્ય ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરેલ છે.
જેથી હવે આપણે બધાએ આગળ આવી વૃક્ષારોપણ કરવું પડશે. વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવી પડશે. આ વૃક્ષારોપણનું કામ એકલી સરકારનું નથી. આપણે તમામ લોકો તમામ એનજીઓ તમામ કંપનીઓ તથા દરેક વ્યક્તિએ વ્યક્તિદીઠ બે વૃક્ષો રૂપા નો સંકલ્પ લેવો જોઈએ. અને મોટા પ્રમાણમાં આ વૃક્ષારોપણ કરવું જોઈએ. અને એકલો વૃક્ષારોપણ કરીને ભૂલી જવાનું નથી. જે છોડ વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. એ તમામ છોડ ને ઝાડ બનાવવાની જવાબદારી નિભાવી જોઈએ.
આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.એમ.ગોહિલ, વન રક્ષક દિનેશ રાઠવા, શૈલેષ જાદવ મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા.








