SRF ફાઉન્ડેશન, ગ્રામીણ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત નેત્રંગ તલુકાની KGBV શાળા શણકોઇ મા વિશ્વ યોગ દિવસની ઉત્સહાપૂર્ણ ઉજવણી કરવામા આવ્યું

SRF ફાઉન્ડેશન, ગ્રામીણ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત નેત્રંગ તલુકાની 19 શાળાઓમા કામ કરે છે અને શાળાઓના વિકાસ કર્યોમા અવનવી પ્રવ્રુતિઓ કરે છે જેથી શાળાઓમા બાળકોને મળતી સુવિધા સાથે બાળકોના વિકાસમા હમેંશા અગ્રેસર છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રત્યેક વર્ષે 21 જૂન “વિશ્વ યોગ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ગ્રામીણ શૈક્ષણિક કાર્યક્રમ નેત્રંગ તાલુકાની 19 શાળાઓમાં “વિશ્વ યોગ દિન”ની ઉજવણીના ભાગરૂપે કે.જી.બી શાળા ખાતે વિવિધ પ્રવ્રુતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો પ્રિયંકાબેન,દિપિકાબેન,હિનાબેન તથા PT ટીચર જયાબેન અને એસ.આર.એફ ફાઉન્ડેશનના ફિલ્ડ ઑફિસર કલ્પેશ વસવા દ્વારા યોગથી થતા ફાયદા અને યોગ વિશે માર્ગદર્શન આપી યોગ નિદર્શન કરી બાળકોને યોગ કરાવવામાં આવ્યા હતા. “વિશ્વ યોગ દિન”ના ભાગરૂપે નેત્રંગ તાલુકાના શાળાઓના વિદ્યાર્થીઓએ તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, ભદ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન, શશાંકાસન, વક્રાસન, ભૂજંગાસન, શલભાસન, મકરાસન, સેતુબંધાસન, પવન મુક્તાસન અને શવાસન જેવા આસનો નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યા હતા. મન સંતુલિત રહે અને પ્રત્યેક જન સ્વસ્થ, શાંત, આનંદી અને પ્રિય બનવાનો પ્રયત્ન કરે તે માટે પોતાના સ્વાસ્થ્ય તેમજ શાંતિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા, તથા અંતમાં શાંતિ પાઠ કરવામાં આવ્યો હતો. એક અઠવાડીયા સુધી રોજ સવારે યોગ કરવા માટે વિદ્યાર્થી અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોમાં જ્ઞાનવર્ધન માટેના રસપ્રદ પ્રયોગને વધાવવા શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ









