BHARUCHNETRANG

નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લાના ઇલેક્ટ્રોલ રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલે વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી

નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લાના ઇલેક્ટ્રોલ રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલે વિધાનસભા મત વિસ્તારની મુલાકાત લીધી

રોલ ઓબ્ઝર્વરએ જિલ્લા ચૂંટણીપ્રક્રિયા સાથે સંકળાયેલ અધિકારીઓ સાથે ને સાથે નેત્રંગ મામલતદાર કચેરી ખાતે બેઠક યોજી માર્ગદર્શિત કર્યા.

સાજિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મળેલ કુલ ૨૦૭૧૧ ફોર્મ પૈકી નવા કુલ ૬૧૪૮ મતદારો ઉમેરાયા

 

ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ જાહેર કરવામાં આવ્યો છે. આ ખાસ ઝુંબેશમાં નાગરિકો તેમની અરજીઓ વાંધા આપીને જરૂરી ફોર્મ ભરીને નામમાં ફેરફાર અને નામ કમી કરાવીને મતદાર યાદીને અપડેટ કરાવી રહ્યાં છે.

આ ચૂંટણી સંદર્ભમાં જિલ્લાના રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલ દ્વારા નેત્રંગ ખાતે વિધાનસભાના મતદાર વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત જિલ્લા ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ તથા કર્મચારઓને સાથે નેત્રંગ મામલતદાર કચેરી બેઠક યોજીને તેમને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ કામગીરીનું અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું.

આ વેળાએ નાયબ ચૂંટણી અધિકારી એસ.આર.ગાગુંલીએ ઇલેક્ટ્રોલ રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલને જણાવ્યું હતું કે, જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મળેલ કુલ ૨૦૭૧૧ ફોર્મ પૈકી નવા કુલ ૬૧૪૮ મતદારો ઉમેરાયા છે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ના ઝુંબેશ વિશે જણાવતા કહ્યું કે, યુવા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા ફોર્મ નં.૦6, મૃત્યુ-સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં-૦૭ તેમજ મતદાર યાદીની કોઈ વિગતમાં સુધારા માટે કે રહેઠાણના ફેરફાર માટે ફોર્મ નં-૦૮માં જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરે છે. ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંકેજ કરવા માટે ફોર્મ નં.૦૬ (બ) છે. સુધારા વધારા અંગે કરેલી ફોર્મ નં. ૭ ની કાર્યવાહીની પ્રગતી વિશે માહિતીગાર કરાયા હતા.

 

બ્રિજેશકુમાર પટેલ,

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ

 

 

 

[wptube id="1252022"]
Back to top button