BHARUCH

જંબુસર તાલુકાના બે અલગ અલગ ગામના બે સરપંચોને જિલ્લા વિકાસ અધિકારી એ સસ્પેન્ડ કર્યા

જંબુસર

જંબુસર તાલુકાના બે અલગ અલગ ગામના બે સરપંચોને જિલ્લા વિકાસ અધિકારી એ સસ્પેન્ડ કર્યા

વાવલી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જંબુસર પોલીસને કાર્યવાહી કરવામાં દખલગીરી કરી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે 200 માણસ નું ટોળું ભેગું કરી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

તો નાડા ગામના સરપંચ દ્વારા મહિલાની ઈજ્જત આબરૂ લૂંટવાના બનાવમાં જંબુસર પોલીસ માટે કે ગુનો નોંધાયો હતો

એકી સાથે બે ગ્રામપંચાયત ના સરપંચ ને સસ્પેન્ડ કરવામાં આવતા ગ્રામપંચાયતો ના સરપંચ જગત મા ફફડાટ

જંબુસર તાલુકાના નાડા અને વાવલી ગામના સરપંચોને હોદ્દા પરથી

નાડા ગ્રામપંચાયત ના સરપંચ જીતસંગ ગોરધનભાઈ દેસાઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા

વાવલી ગ્રામપંચાયત ના સરપંચ શ્રીમતિ પ્રતિકાબેન જગદીશભાઈ રાઠોડ ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા

બન્ને સરપંચ વિરુદ્ધ જંબુસર પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી જેના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા

ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1)જોગવાઈઓને ધ્યાને લઇ કાર્યવાહી કરવામાં આવી

આખરી નિકાલ અથવા ગ્રામપંચાયત ની મુદ્દત પૂર્ણ થાય બે માંથી જે વહેલું હોઈ ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ કરવાનો હુકમ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો

[wptube id="1252022"]
Back to top button