

ભરૂચ જીલ્લા પોલીસ વડાએ એક સાથે ૧૧૭ જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામા આવતા નેત્રંગ પોલીસ સ્ટેશન માંથી ૯ પોલીસ કર્મચારીઓની બદલી કરવામા આવી જ્યારે તેની સામે અન્ય પોલીસ સ્ટેશન માંથી ૧૦ જેટલા પોલીસ કર્મચારીઓની બદલી નેત્રંગ ખાતે કરવામા આવી.
ભરૂચ જીલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલે જીલ્લા ના અલગ અલગ પોલીસ સ્ટેશનો મા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની તા ૩૦ એપ્રિલ ના રોજ રૂબરૂ મુલાકાત મા સાંભળવામા આવેલ રૂબરૂ રજુઆત ગ્રાહ્ય રાખી ૧૧૭ જેટલા પોલીસ કર્મચારીઓની બદલી એક સાથે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમા કરવામા આવતા નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા ૯ જેટલા પોલીસ કર્મચારીઓની અલગ-અલગ જગ્યાએ બદલી કરવામા આવી છે.
*નેત્રંગ પોલીસ મથકેથી જિલ્લાના અન્ય પોલીસ મથકે થયેલ પોલીસ કર્મચારીઓની બદલી.*
(૧) મહેન્દ્રભાઈ ભુલાભાઈ , નેત્રંગ થી રાજપારડી, (૨) જીતેન્દ્રભાઇ પ્રભાતભાઇ, નેત્રંગ થી ભરૂચ શહેર બી ડીવીઝન, (૩) જેશલભાઈ ડાહ્યાભાઈ, નેત્રંગ થી રાજપારડી, (૪) પ્રકાશભાઈ ભુપતભાઈ, નેત્રંગ થી ઝધડીયા, (૫) રવિન્દભાઈ જશુભાઈ, નેત્રંગ થી રાજપારડી, (૬) અજીતભાઈ વિરજીભાઈ, નેત્રંગ થી વાલીયા, (૭) દિલસીંગભાઈ ફતાભાઈ, નેત્રંગ થી વાલીયા, (૮).રોહીતભાઈ મંગુભાઈ, નેત્રંગ થી રાજપારડી અને (૯) પ્રરેશભાઈ પરબતભાઈ, નેત્રંગ થી દહેજ ખાતે બદલી કરવામાં આવી છે.
* ભરૂચ જિલ્લાના અન્ય પોલીસ મથકેથી નેત્રંગ પોલીસ મથકે થયેલ કર્મચારીઓની બદલી.*
(૧) સંગીતાબેન રમણભાઈ, અંકલેશ્વર શહેર “બી” ડીવીઝન થી નેત્રંગ, (૨) રણજીતભાઈ રૂપજીભાઈ, રાજપારડી થી નેત્રંગ, (૩) રાજેશભાઈ ગવલીયાભાઈ, દહેજ થી નેત્રંગ, (૪) ધરમસીંગ માનસીંગ, ભરૂચ શહેર “બી” ડીવીઝન થી નેત્રંગ, (૫) ગણેશભાઈ મણીલાલ, રાજપારડી થી નેત્રંગ, (૬) કમલેશભાઈ ખાનસીંગ, ઝઘડીયા થી નેત્રંગ, (૭) ચંપકલાલ હરીસીંગ, રાજપારડી થી નેત્રંગ, (૮)કલ્પેશભાઈ ગંભીરસિંહ, વાલીયા થી નેત્રંગ, (૯) કપિલાબેન ગોવર્ધનભાઈ, વાલીયા થી નેત્રંગ,(૧૦) મુળજીભાઈ ખાનસીંગ, ઉમલ્લા થી નેત્રંગ.
બ્રિજેશકુમાર પટેલ
પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ








