BHARUCH

આજરોજ જંબુસર નગરના સ્વામિ નારાયણ મંદિર ખાતે પી આઈ ફાઉન્ડેશન ના આર્થિક સહયોગ થી કેર ઈન્ડિયા તથા મહિલા વિકાસ મહામંડળ જંબુસર (JMVM ) ના બહેનોની આગેવાની અને સંચાલન હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો

આજરોજ જંબુસર નગરના સ્વામિ નારાયણ મંદિર ખાતે પી આઈ ફાઉન્ડેશન ના આર્થિક સહયોગ થી કેર ઈન્ડિયા તથા મહિલા વિકાસ મહામંડળ જંબુસર (JMVM ) ના બહેનોની આગેવાની અને સંચાલન હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં જંબુસર ના વિવિધ ગામોના 500 થી વધુ બહેનો અને 50 જેટલા ભાઈઓએ ભાગ લીધો હતો . કાર્યક્રમાં ના અતિથિ વિશેષ તરીકે પી આઈ ફાઉન્ડેશન ના HR હેડ નિરત શેઠ અઅને એંજિનરિંગ હેડ વસંત સોજીત્રા, જિલ્લા આજીવિકા અધિકારી પ્રવીણભાઈ વસાવા , ડિસ્ટ્રિક્ટ લીડ બેન્ક મેનેજર જિગ્નેશભાઈ પરમાર , RSETI ના અક્ષય લાડ અને સંદીપ પટેલ , દૂધધરા ડેરી ભરુચ ના MD સાગર ભાઈ પટેલ , શ્રીકાન્ત ભાઈ તથા ફિલ્ડ એક્ષ્કુટિવ ચંપાબેન , તાલુકા પંચાયત તથા જંબુસર નગર ના આગેવાનો , આતાપી સંસ્થાના જલ્પબેન તથા અસ્મિતાબેન , પીઆઇ ફાઉન્ડેશન ના અન્ય પ્રોજેકટ વૃધ્ધિ ટિમ ના સભ્યો , નારી અદાલત ના કરિશ્મા બેન હાજર રહ્યા હતા, સાથે જ મહિલા વિકાસ મહામંડળ જંબુસર ના પ્રમુખ ઊર્મિલાબેન રોહિત , મંત્રી લક્ષ્મીબેન પરમારા અને ખજાનચી રમીલાબેન ગોહિલ સ્ટેજ ની શોભા વધારી હતી . કાર્યક્રમ ની શરૂઆત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૩ નું થીમ છે digitall – એટલે કે ડીજીટાલીઝેશન અને ટેક્નોલોજી ના ઉપયોગ માં બહેનો ને કેવી રીતે આગળ લાવી શકાય અને એનાથી સ્ત્રી પુરુષ અસમાનતા કેવી રીતે ઘટાડી શકાય, અને આ થીમ સાથે IAIDC પ્રોજેક્ટ કેવી રીતે સંકળાયેલો છે તેની ચર્ચા અને ભવાઇ ના રંગારંગ કાર્યક્રમ દ્વારા થઈ હતી . કાર્યક્રમ માં 10 જેટલા કપલ ચેમ્પિયન (એવા પતિ પત્ની જે એક બીજાના સહકારથી અગડ વધી રહ્યા છે ), 3 દૂધ મંડળીઓ , 4 મંડળો કે જેમને સીસી લોન નો ઉપયોગ ધંધાકીય પ્રવૃતિઓ માટે કરીને સમયસર લોન પરત કઈ હોય , 10 એગ્રી લીડર (જાગૃત ખેડૂત ભાઈઓ અને બહેનો ) વગેરે ને સ્મૃતિભેટ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા . કાર્યક્રમ માં પી આઈ દ્વારા જંબુસર ના વિકાસ માટે ચાલતા વિવિધ કાર્યક્રમો ની ઝાંખી એક વિડીયો દ્વારા દેખાડવામાં આવી હતી . પી આઈ ના નિરત શેઠ અને વસંત સોજીત્રા દ્વારા બોજદારા દૂધ મંડળી ના વિજન બોર્ડ ખુલ્લુ મુકાયું હતું . બહનેઓ એ પોતાના પ્રોડક્ટસ ની સ્ટોલ લગાડી હતી. પધરેલા મહેમાનોએ પ્રસાઙ્ગૌચિત ઉદઘોસન કર્યું હતું. LID બેન્ક મેનેજરે પોતાના ભાષણ માં બહનેઓ દ્વારા સીસી લોન ના ઉપયોગ ને પ્રોત્સાહિત કારના જણાવ્યુ કે આમ તો લોન ના લેવી જોઈએ પણ જો આ લોન નો ઉપયોગ કરીને વધુ કમાઈ શકતા હો જેમ બહેનો કરી રહી છે તો જરૂર લોન લેવી જોઈએ. દૂધદ્ધારા ડેરી ના સાગર ભાઈ એ બહનેઓ ને ગામડે ગામ પશુ પાલન ની તાલીમ કરવા માટે અપીલ કરી હતી. મહિલા સશકતિકરણ નું આંખે દેખ્યું ઉધારણ લક્ષ્મીબેન પરમાર કે જેમને કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યું હતું. આ સથે જ તીર્થ સખી સંઘ દ્વારા સંચાલિત સિલાઈ તાલીમ કેન્દ્ર ના ત્રીજા બેચ ના તાલીમાર્થીઓને સર્ટિફિકેટ નું વિતરણ કરાયું હતું. સ્ટેજ પર કાર્યક્રમ નાસંચાલન માં લક્ષ્મીબેન ને SHG ગાઈડ કિરણ કુમાર વાઘેલા અને ઈન્સ્ટિટ્યૂશન બિલ્ડીંગ ઓફિસર શબનમ કુરેશી એ સહકાર આપ્યો હતો . કાર્યક્રમ ના સફળ આયોજન માં કેર ઈન્ડિયા ટિમ ના પ્રોજેકટ મેનેજર રાહુલ ભાઈ ભદોરિયા ઈન્સ્ટિટ્યૂશન બિલ્ડીંગ ઓફિસર શબનમ કુરેશી, ટેકનિકલ ઓફિસર મુકેશ સૈનિ, ફિલ્ડ ઓફિસર સોયબ ખાન , SHG ગાઈડ સોએબ ભટ્ટી , સોએબ મલેક , કિરણ કુમાર વાઘેલા ,સુમઇયાબેન મુન્શી ,તથા JMVM ના બહેનો એ મહેનત કરી હતી .
સમગ્ર કાર્યક્રમના અંતે જમવાની સુંદર અને સ્વાદિષ્ટ વ્યવસ્થા રૂનાદ ગામના મંડળના બહેનો દ્વારા કરવામાં આવી હતી

[wptube id="1252022"]
Back to top button