જંબુસર તાલુકાનાં કહાનવા ગામ પાસેથી વિદેશી દારૂ સાથે ૧ , ૩૦ ,૦૦૦ ના મુદ્દા માલ સાથે વડોદરાનાં ત્રણ આરોપીઓ ઝડપાયા


જંબુસર તાલુકાની વેડચ પોલીસને મળેલ બાતમીનાં આધારે કહાનવા ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસે વોચ ગોઠવતાં વડોદરા શહેરના ત્રણ આરોપીઓ વિદેશી દારૂ સાથે ૧ , ૩૦ ,૮૪૦ ના મુદ્દા માલ સાથે ત્રણ આરોપીઓ વેડચ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
વેડચ પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર વેડચ પોલીસને બાતમી મળેલ કે એક રિક્ષામાં વિદેશી દારૂ આવી રહેલ હોય જેથી પોલીસે કહાનવા ગામ પાસે આવેલ કેનાલ પાસે વોચ ગોઠવી અને ત્રણ આરોપીઓ જે પૈકી ( ૧ ) સોલંકી રોહિતભાઈ મુકેશભાઈ ( રહે. કલાલી ફાટક વડોદરા ) ( ૨ ) રાજપુત હરિકૃષ્ણ રાવજીભાઈ ( ખિસકોલી સર્કલ અટલાદરા – વડોદરા ) ( ૩ ) મહેશ ઉર્ફે કાળીયો રમેશ માળી ( જે.પી .રોડ ભાયલી – વડોદરા ) નાઓ ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી ૨૩૬ નંગ નાની મોટી વિદેશી દારૂની બોટલો જેની અંદાજિત કિંમત રૂપિયા ૩૩,૫૦૦ તેમજ એક રીક્ષા જેની કિંમત રૂપિયા ૮૦,૦૦૦ તેમજ ત્રણ નંગ મોબાઈલ જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૫,૦૦૦ તથા રોકડા રૂપિયા ૨૩૪૦ મળી કુલ રૂપિયા ૧,૩૦,૮૪૦ ના મુદ્દા માલ સાથે ઝડપાઈ ગયા હતા. વેડચ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





