BODELICHHOTA UDAIPUR

એક સાથે બે પ્રેમી જોડે પ્રેમ કરવાનો કરુણ અંજામ જેતપુરપાવી તાલુકામાં ગત સપ્તાહમાં તેજગઢ પાસે રાયપુર કેનાલમાંથી મળેલા મૃતદેહની ભીતરમાં હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું.

પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીનું કાસળ કાઢ્યાનો ખુલાસો થતાં પોલીસે પ્રેમીકા અને નવા પ્રેમીની ધરપકડ કરી છે. હત્યારા અપ્પુ સોની ને પાવીજેતપુર થી જ્યારે જયા રાઠવા ને પોલીસે મુંબઈ થી દબોચી. પોલીસ મુજબ મોટી દુમાલીના 27 વર્ષીય યુવાન નિલેશભાઈ ઈસાક ભાઈ નો મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મળ્યો હતો. નિલેશનો મૃતદેહ હોવાની જાણ થતાં મૃતક નિલેશના ભાઇ પ્રકાશે તા.26 એપ્રિલ 2023ના રોજ જેતપુરપાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરાઈ હતી. નિલેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સપાટી પર આવ્યું. ત્યારે પોલીસની તપાસમાં મૃતકના પરિજનોએ અપ્પુ સોની અને જયા રાઠવાની ધમકીની વાત જણાવતાં પોલીસે તે દિશામાં તપાસ આદરી બન્ને શકમંદોને પૂછપરછ કરતા બંનેએ ગુનાની કબૂલાત કરી લેતા ગણતરીના દિવસોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એક પુત્રના પિતા એવા મૃતક નિલેશભાઈને જયા રાઠવા સાથે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો આ દરમિયાન આ પ્રેમ પ્રકરણમાં ત્રીજા વ્યક્તિ એટલે અપ્પુ સોની ની એન્ટ્રી થાય છે અને જયા રાઠવાને છેલ્લા બે વર્ષથી અપ્પુ સોની સાથે પણ પ્રેમ સંબંધ બંધાય છે, હવે આ ત્રિકોણીય પ્રેમ જાળમાં સાજીશ રચાઈ અને પ્રેમિકા જયા એ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમી નિલેશનું કાળશ કાઢી નાખ્યું.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button