BHARUCH

અંગ દઝાડતી ગરમી ના આક્રમણ થી જંબુસર પંથકમાં જનજીવનને વ્યાપક અસર

જંબુસર પંથકમાં પડી રહેલી અસહ્ય ગરમીના કારણે બપોરના સમયે જાહેર માર્ગો સુમસામ ભાસી રહ્યા છે બપોરના સમયે મનુષ્ય તો ઠીક પણ પશુ-પક્ષીઓ પણ ગરમીના કારણે બહાર જોવા મળતા નથી અસહ્ય અને આકરો તાપ સવારના દસ વાગ્યાથી જ શરૂ થઈ જાય છે જે સાંજના છ વાગ્યા સુધી સતત ચાલુ રહે છે જેથી આવા ધમ ધોખતા તાપમાં ઘરની બહાર નીકળવા માટે કોઈ પણ મનુષ્ય – પશુ – પક્ષીઓ મુનાસીબ માનતા નથી. આવા આકરા તાપમાં નાછૂટકે કોઈ એકલદોકલ માનવી નીકળે છે અને તે પણ ટુ-વ્હીલર લઈને નીકળે છે તો તે પણ થોડા સમય માટે વૃક્ષ નીચે ઉભા રહેવાનું સ્થળ શોધતા નજરે પડે છે અને આવો કોઈ વિસામો ન મળે તો ઠંડું શરબત –લસ્સી કે બરફના ગોળા વેચતા હોય ત્યાં જઇ ઠંડુ પીણું પી પોતે રાહત મેળવે છે જ્યારે પશુ-પક્ષીઓની હાલત દયનીય જોવા મળે છે તેઓ વૃક્ષ પર બનાવેલા માળા માં પડ્યા રહે છે પક્ષીઓ ૧૦ વાગ્યાથી ચારો ચરવાનું બંધ કરી દે છે જેથી આખો દિવસ ભૂખ્યા રહેવાનો વારો આવે છે જ્યારે માલેતુજાર માનવીઓ ગરમી સામે રક્ષણ મેળવવા માટે પોતાના ઘરે અને ઓફિસોમાં એર કુલર અને એરકન્ડીશનર જેવા આધુનિક સાધનો વડે રાહત મેળવે છે તેની સામે જેની પાસે ઉપર આકાશ અને નીચે ધરતી જેવા નિઃસહાય ગરીબ માનવી માટે ઉનાળાની ઋતુ અભિશાપ સમાન સાબિત થાય છે તેઓ ગરમી સામે રક્ષણ મેળવવા માટે ગરમીના સમયમાં જાહેર માર્ગો ઉપર આવેલ વૃક્ષો નીચે છાયામાં બેસી રક્ષણ મેળવતા હોય છે આવા ગરીબ માણસો માટે ગરમીના સમયમાં બપોરે મહેનત કરવી શક્ય નથી જોકે અત્યારે વૈશાખ માસ ચાલી રહ્યો છે છતાં પણ વૈશાખી વાયરો ન નીકળતા ગરમીમાં રાહત મળતી નથી આવી પ્રચંડ ગરમી ના કારણે કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button