BHARUCHNETRANG

નેત્રંગ પોલીસે ક્રૂતાપૂર્વક લઇ જવાતી ૧૬ ભેંસો ભરેલ એલ.પી.ટ્રક પકડી પાડી હતી.

નેત્રંગ મહિલા ક્રૂતા હુલા જવાં ૧૬ ભેંસો ભરેલ એલ.પી.ટ્રક પકડ હતી.

નેત્રંગ પોલીસે ક્રૂતાપૂર્વક લઇ જવાતી ૧૬ ભેંસો ભરેલ એલ.પી.ટ્રક પકડી પાડી હતી.

નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.વાઘેલાને મળેલ માહિતીનાં આધારે સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હta. તે દરમિયાન અશોક લેયલન ટાટા કંપનીની એલ.પી.ટ્રક નં.GJ-15-AT-4216માં ગેરકાયદેસર રીતે ભેંસો ભરી અંક્લેશ્વર રોડ ઉપર થી નેત્રંગ રોડ તરફ આવે છે. તે બાતમી હકીકતને આધારે પોલીસે શણકોઈ ગામના પાટીયા પાસે વોંચમાં ગોઠવી હતી. અને બાતમીની હકીકતવાળી એક એલ.પી.ટ્રક નેત્રંગ તરફથી આવતી જણાતા પોલીસે તે ટાટા એલ.પી.ટ્રકને રોડની સાઈડમાં ઉભી રખાવી ટ્રકની પાછળની સાઈડે લાકડાના પાટીયા ખોલી જોતા તેમાં ગેરકાયદેસર રીતે વહન કરી લઈ જતી ભેંસો જણાઈ આવી હતી. રાજ્યમાંથી ભેંસો તેમજ દુધાળા પશુઓની રાજય બહાર નિકાસ બંધ હોવાથી રાજ્ય સરકારની મંજુરી મેળવી રાજ્ય બહાર પશુઓના પરીવહન માટે કોઇ સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વિના એલ.પી.ટ્રકમાં કુલ ૧૬ ભેંસોને ક્રૂતાપૂર્વક ટૂંકા દોરડા વડે ખીચોખીચ બાંધેલ હતી અને ભેંસો માટે કોઇ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ ન હતી. જેમાં કુલ ભેંસો નંગ-૧૬ ની કુલ કિ.રૂ.૧,૬૦,૦૦૦/- તથા એલ.પી.ટ્રકની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૪,૬૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક તથા ક્લીનરને ઝડપી પાડી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

બ્રિજેશકુમાર પટેલ
પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકા

 

 

[wptube id="1252022"]
Back to top button