BHARUCHJHAGADIYA

દુર્ઘટના: ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે બે મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી આગ મા સ્વાહા.

દુર્ઘટના: ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે બે મકાનમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ

 

આગ લાગતા આસપાસના લોકોમાં દોડભાગ મચી ગઈ હતી.

 

જોકે આ આગ ક્યા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ નથી જાણી શકાયુ. બેકાબૂ બનેલી આગને કાબૂંમાં લેવા માટે 2 ફાયર ફાયટરોની મદદ લેવામાં આવી હતી.

 

ઝઘડિયા GIDC તેમજ RPL કંપની ના ફાયર ટેન્ડર સ્થળ ઉપર આવી પહોંચી પાણી નો મારો ચલાવી આગ ઉપર ભારે જેહમત બાદ કાબુ મેળવ્યો હતો.

 

દુર્ઘટના: ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે બે મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી આગ મા સ્વાહા.

 

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કાંટીદરા ગામે ગત મોડી રાત્રે બે મકાન મા કોઈ અગમ્ય કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો મળતી માહિતી મુજબ ગત રાત્રે લગભગ ૧૨ વાગ્યા ની આસપાસ કાંટીદરા ગામે રહેતા વિનોદભાઇ સોમાભાઈ વસાવા અને બાબુભાઈ મનુભાઈ વસાવા ના મકાન મા એકા એક આગ લગતા ગ્રામ જોનો ચિંતામાં મુકાયા હતા જોત જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બન્ને મકાનો આગની લપેટમાં આવી જતા મકાન રહેલ તમામ ઘરવખરી બળી ને ખાખ થઈ ગયું હતું અને મકાન માલિકો ને મોટું નુકશાન થવા પામ્યું હતું.સ્થાનિકો દ્વારા આગ ઉપર પાણી નો મારો ચલાવી આગ ને કાબુ માં લેવાનો પ્રયાસ હાથ ધર્યા હતા ઝઘડિયા GIDC તેમજ RPL કંપની ના ફાયર ટેન્ડર સ્થળ ઉપર આવી પહોંચી પાણી નો મારો ચલાવી આગ ઉપર ભારે જેહમત બાદ કાબુ મેળવ્યો હતો. આગ લાગવાના બનાવમા કોઈ જાન હાની નહી થતા ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો હતો.

 

ઈરફાન ખત્રી રાજપારડી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button