“માય લીવેબલ અંકલેશ્વર” અભિયાન અંતર્ગત અંકલેશ્વરના સ્વર્ણિમ સંકુલ ખાતે “હેપ્પી સ્ટ્રીટ”નું સફળ આયોજન.

“માય લીવેબલ ” અંકલેશ્વર અભિયાન અંતર્ગત આજે અંકલેશ્વર ખાતે ‘હેપ્પી સ્ટ્રીટ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લાં એક વર્ષથી ભરૂચ શહેરને લિવેબલ અને લવેબલ બનાવવાના પ્રયાસો થકી ઇનેસેટિવ પેહલ શરૂ કરવામા આવી હતી. જેનો વ્યાપ વધારી હવે અંકલેશ્વર શહેરને પણ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યુ છે. ત્યારે હવે ભરૂચ શહેરના લોકો માટે માનીતો બનેલો ‘હેપ્પી સ્ટ્રીટ’નો પ્રોગ્રામ અંકલેશ્વર શહેરમાં લોકો માટે પણ આઇકોનિક બની રહ્યો છે.
આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું કે, અંકલેશ્વરની જાહેર જનતા માટે આ પ્રકારનું આયોજન મનોરંજન માટે પ્રથમવાર કરવામાં આવ્યુ છે. આવનાર સમયમાં હજૂ આ પ્રકારે વિવિધ પ્રોગ્રામ યોજવામાં આવશે. મોટી સંખ્યામાં શહેરના નાગરીકો હેપ્પી સ્ટ્રીટ’માં સહભાગી બન્યા એ બદલ તેમણે આભાર પણ માન્યો હતો.
હેપ્પી સ્ટ્રીટ’ કાર્યક્રમમાં વિવિધ ઈવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જેમાં ઈલેકટ્રીફાઈન, સેલ્ફ ડીફેન્સ કલાસીસ, સાપ સીડી, લુડો, લંગડી,રસ્સા ખેંચ,સ્પાઈરલ બોલ ગેમ્સ, કપલ રેસ વગેરે જેવી ભુલાયેલી રમતોને લોકોએ માણી હતી. તે સાથે – સાથે જુમ્બા, ડાન્સ પર નાના બાળકો સહિત મોટેરાં પણ ઝૂમ્યા હતા. વધુમાં લોકો ગરબાનો પણ લુપ્ત ઉઠાવ્યો હતો.
ઉપરાંતઆ અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરની રેહવાસી (૧૪ વર્ષીય ) ક્રિશા કોલરિયાએ પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું હતું, માય લિવેબલ અંકલેશ્વર અંતર્ગત પ્રથમ વખત સરસ પ્રકારનું આયોજન કરવામા આવ્યું છે. અમે વિસરાય ગયેલી રમતો રમ્યા અને ખૂબ મઝા કરી એ માટે આયોજન કરતાનો આભાર્ માનીએ છીએ. સમયાંતરે આ પ્રકારનાં આયોજનો કરવા જ જોઇએ.
આ પ્રસંગે, કારોબારી ચેરમેન સંદીપ પટેલ, નરેન્દ્રભાઇ, કિંજલબેન સહિતના આગેવાનો અને નગર પાલિકા સીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં
- બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ








