



જંબુસર પંથક ની એક પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ પાસે શાળા મા અભ્યાસ કરાવવા ની જગ્યાએ જંબુસર ખાતે ભંગાર સાયકલો ઉતારવા ની મજુરી કરાવાતી હોવાનો શિક્ષણ જગત ને શર્મસાર કરતો કિસ્સો બહાર આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા ના વિવિધ ગામો ની પ્રાથમિક શાળા ઓ મા ૨૦૧૫ ના વર્ષ ના શાળા પ્રવેશોત્સવ વખત ની સાયકલ જે તે વખત ની પડી રહેલી હતી.અને પડી પડી ભંગાર હાલત મા થયેલ સાયકલો જંબુસર ખાતે એક બંધ પડેલ પ્રાથમિક શાળા ના મકાન મા એકત્ર કરવા મા આવે છે. તે પ્રમાણે આજરોજ જંબુસર તાલુકા ના એક ગામે આવેલ પ્રાથમિક શાળા મા ભંગાર હાલત મા પડી રહેલ સાયકલો જંબુસર લાવવા માટે શાળા અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા ટેમ્પા મા ભરાવી વિધાર્થીઓ સહિત સાયકલો ભરેલ ટેમ્પો જંબુસર ટંકારી ભાગોળ બંધ પડેલી પ્રાથમિક શાળા ખાતે લાવવા મા આવેલ હતો.જયા વિધાર્થીઓ પાસે સાયકલ ટેમ્પો માથી નીચે ઉતારવા ની કામગીરી કરાવાતી જોવા મળી હતી.શાળા મા અભ્યાસ કરવા જતા વિધાર્થીઓ પાસે અભ્યાસ કરાવવા ની બદલે મજુરી કામ કરાવનાર શિક્ષકો સામે કોઈ પગલા ભરાશે ખરા?
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ








