દક્ષિણ ગુજરાત ના સોમનાથ થી સુવિખ્યાત જંબુસર તાલુકા ના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે રાજય ના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ મુલાકાત લઈ સ્તંભેશ્વર મહાદેવ ના દર્શન કરી મહા રૂદ્રી યજ્ઞ મા ભાગ લીધો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે

જંબુસર
દક્ષિણ ગુજરાત ના સોમનાથ થી સુવિખ્યાત જંબુસર તાલુકા ના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે રાજય ના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ મુલાકાત લઈ સ્તંભેશ્વર મહાદેવ ના દર્શન કરી મહા રૂદ્રી યજ્ઞ મા ભાગ લીધો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
દક્ષિણ ગુજરાત ના સોમનાથ થી સુવિખ્યાત જંબુસર તાલુકા ના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે મહાશિવરાત્રી પર્વ ને અનુલક્ષી ને મહારૂદ્રી યજ્ઞ નુ આયોજન કરવામા આવેલ છે. આ યજ્ઞ મા ભાગ લેવા તથા સ્તંભેશ્વર મહાદેવજી ના દર્શન પૂજન અર્ચન અર્થે રાજય ના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજરોજ પધારતા સ્તંભેશ્વર તીર્થ ના પ.પૂ
વિદ્યાનંદજી મહારાજે ગૃહમંત્રી હર્ષ સંઘવી નુ સ્વાગત કરી સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યુ હતુ. ત્યાર બાદ ગૃહમંત્રી સ્તંભેશ્વર મહાદેવજી ના દર્શન અર્થે પહોચ્યા હતા.જયા સ્તંભેશ્વર મહાદેવ ના દર્શન કરી પુજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. બાદ મા મહાશિવરાત્રી પર્વ ને અનુલક્ષી ને ચાલી રહેલ મહા રુદ્ર યજ્ઞ મા ભાગ લઈ ને પુજન કર્યુ હતુ. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીઆ, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, ધારાસભ્ય ડી.કે.સ્વામી,સહિત ના આગેવાનો આવ્યા હતા.ત્યારબાદ ગૃહમંત્રી જંબુસર ખાતે યોજાનાર ધારાસભ્ય જન સંપર્ક કાર્યાલય ના ઉદ્દઘાટન સમારોહ મા ભાગ લેવા રવાના થયા હતા.





