શ્રીરામકબીર ઉ.બુ.વિદ્યાધય રૂનાડ તા.જંબુસર ના મ.શિ. શ્રીહરિશભાઈ પઢિયાર સાહેબના જન્મદિવસ ની શાનદાર ઉજવણી કરવામાં આવી

આજે શ્રીરામકબીર ઉ.બુ.વિદ્યાધય રૂનાડ તા.જંબુસર ના મ.શિ. શ્રીહરિશભાઈ પઢિયાર સાહેબના જન્મદિવસ ની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેની શરૂઆત પ્રાર્થનાથી કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ભાવ રજુ કર્યા હતા. ત્યારબાદ સમગ્ર સ્ટાફે શ્રી હરિશભાઈ સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા. આચાર્યશ્રી એ તેઓને જીવંત વાતાવરણ તૈયાર કરનાર અને વિદ્યાર્થીઓ તથા શાળાની નાની મોટી જરૂરિયાત માટે ભૂતપૂર્વ્ વિદ્યાર્થીઓએ શાળાનું ઋણ ચૂકવણી કરી ખૂબ મોટી મદદ કરી છે. જે હરિશભાઈ ને આભારી છે. શ્રી હરિશભાઈએ કેવી પરિસ્થિતિમાં શાળા ની શરૂઆત થયેલી તેની છણાવટ કરી હતી. વિદ્યાર્થીઓને લીધે અમે અને અમારો પરિવાર સુખી છે. એવી રજૂઆત કરી હતી.આ નિમિત્તે શાળા વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા અને યુનિફોર્મ વિતરણ કરવામાં આવેલ છે. તથા ગયા વર્ષે ધો-9 માં 100% હાજર રહેનાર વિદ્યાર્થીની કુ. સરસ્વતીબેન લક્ષ્મણભાઈ ને વર્ગ શિક્ષક શ્રી અતુલભાઇ ચૌધરીએ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ નિમિત્તે ધો-10 ના વિદ્યાર્થીઓએ કેક કાપીને તથા સમગ્ર શાળાના વિદ્યાર્થીઓને નાસ્તો આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રવાસી શિક્ષિકાબેન ધર્મિષ્ઠાબેને કર્યું હતુ. આમ ખૂબ જ ઉત્સાહ પૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો હતો.



રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ








