
શ્રી રામ કબીર ઉ.બુ.વિદ્યાલય રૂનાડમાં 74માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી
.
આજ રોજ રૂનાડ ની શ્રીરામકબીર ઉ.બુ.વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના અનેરા ઉત્સાહ વચ્ચે શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી અક્ષયકુમાર રમેશભાઇ પરમારને હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આચાર્યશ્રી છગનભાઈ પરમારે સ્વાગત પ્રવચનથી બધાં મહેમાનોને આવકાર્યા. જેમાં વોટરશેડ યોજનના એન્જીનીયર કિશોરભાઈ પટેલ સાહેબ તથા તેઓ સાથે બે એન્જીનીયર બહેનો પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. વોટર યોજના અંતર્ગત “જળ સંચય” વિષય ઉપર નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં તમામ છ વિજેતાઓને સ્કૂલ બેગથી સમ્માનિત કર્યા. ત્યારબાદ વ્યારાથી ખાસ શાળાના સ્થાપક શ્રી રમણભાઇ ઉપસ્થિત રહ્યા હતા. મ.શિ. શ્રી અતુલભાઇ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ વિવિધ 20 ઈવેન્ટના 60 પ્રમાણપત્રો મહેમાનોને હસ્તે વિજેતાઓને અર્પણ કર્યા હતા.પછી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેમાં એક પછી એક કુલ 8 કૃતિઓ રજૂ કરી હતી. છેલ્લી કૃતિમાં તો મ.શિ. શ્રી હરિશભાઈ પઢિયાર અને સ્થાપક શ્રી રમણભાઇ અને સમગ્ર શાળા પરિવાર નાચવા લાગ્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી જળ સંચય (વૉટરશેડ)યોજના તરફથી શાળામાં વૉટર હાર્વેસ્ટીંગ માટે સંપનું ભૂમિ પૂજન કર્યુ હતું. છેલ્લે ગામના સરપંચ શ્રીમતિ અરુણાબેન અર્જુનભાઇ પરમાર તરફથી 10 કિ.ગ્રામ બુંદીનો પ્રસાદ અને નાસ્તા માટે 10 કિ.ગ્રામ ગાંઠીયા વહેંચવામાં આવયા હતા. સમગ્ર કાર્યક્રમની તૈયારી અને સંચાલન શ્રી હરિશભાઈ પઢિયાર તથા ધો.10 ની નિરાલીબેન વાળંદે કર્યુ હતું. આમ 74માં પ્રજાસત્તાક દિનની શાળા પરિવારે સાથે મળી જોરદાર ઉજવણી કરી હતી.





