LUNAWADAMAHISAGAR

લુણાવાડા ખાતે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તાલીમનું આયોજન

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તાલીમનું આયોજન

સહાયક માહિતી નિયામક શૈલેષકુમાર બલદાણીયાના હસ્તે તાલીમ લઈ રહેલ વિધ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરાયું

મહીસાગર આરસેટી દ્વારા જિલ્લામાં ફોટોગ્રાફીમાં રસ ધરાવતા યુવાઓ આત્મનિર્ભર થઇ શકે તેવા ઉદ્દેશ સાથે 30 તાલીમાર્થીઓ માટે હાલમાં 30 દિવસની નિ:શુલ્ક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની તાલીમ યોજાઈ રહી છે. જે અંતર્ગત આજરોજ સહાયક માહિતી નિયામક શૈલેષકુમાર બલદાણીયાના અધ્યક્ષ સ્થાને અને આરસેટીના ડાયરેકટર વિશાલ અગ્રવાલની પ્રેરક ઉપસ્થિતિમાં સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

છત્તીસગઢથી આવેલા માસ્ટર ટ્રેનર રવિન્દ્ર ચોપરા દ્વારા આ તાલીમમાં ટ્રેડીશનલ ફોટોગ્રાફી. ફિલ્મમેકિંગ, ડોક્યુમેન્ટરી ફિલ્મ,એડવર્ટાઇઝિંગ, સ્ટીલ ફોટોગ્રાફી, ડી.એસએલઆર ફોટોગ્રાફી સહીત ફોટોગ્રાફીના વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી રહી છે.

આ પ્રસંગે સહાયક માહિતી નિયામકશ્રી શૈલેષકુમારે વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, આજનો યુવા એ આવતી કાલનું ભવિષ્ય છે અને રાષ્ટ્રની ઉન્નતિ માટે યુવાઓનું યોગદાન અમૂલ્ય છે. આ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ટ્રેનિંગ થકી તેઓ પોતાનું ભવિષ્ય બનાવી આગળ વધે તેવી સુભકામનાઓ તેમણે પાઠવી હતી. વધુમાં તેમણે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તેમણે ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગી થશે તે અંગે વિધ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે માસ્ટર ટ્રેનર રવિન્દ્ર ચોપરા સહિત આરસેટીના સ્ટાફ અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button