BHARUCH
શ્રી હરિબાવા સેવકસંઘ ગુજરાત ગૃપ દ્વારા માહ્યાવંશી સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તથા બોલપેન વિતરણ કરવાનો કાર્યક્રમ શ્રી સરસ્વતી વિદ્યામંદિર જંબુસર ખાતે રાખવામાં આવ્યો

શ્રી હરિબાવા સેવકસંઘ ગુજરાત ગૃપ દ્વારા માહ્યાવંશી સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તથા બોલપેન વિતરણ કરવાનો કાર્યક્રમ શ્રી સરસ્વતી વિદ્યામંદિર જંબુસર ખાતે રાખવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમની શરુઆત દીપ જ્યોતિ પ્રગટાવ્યા બાદ શરૂ કરવામાં આવી હતી. શ્રી સરસ્વતી વિદ્યામંદિર જંબુસર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ, શ્રી હરિબાવા સેવકસંઘ ગ્રુપના સભ્યશ્રીઓ,સમાજના અગ્રણીઓ તેમજ શાળાના સહ પ્રધાનાચાર્ય યોગેશભાઈ જાંબુ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં માહ્યાવંશી સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે 8-8 મોટી નોટબુક અને 10 નંગ બોલપેન નું વિતરણ કરાયું હતું.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 
[wptube id="1252022"]





