ચીખલી તાલુકા:ઘેજ ગામે અનુસૂચિ-૫ અમલવારી અને શાળાના બાળકોને ભારતનું બંધારણ ભણાવવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ.
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ચીખલી તાલુકાના ઘેજ ગામે ગામજનો દ્વારા ભારતના બંધારણનું અનુસૂચિ-૫ અમલવારી અને શાળામાં ભારતનું બંધારણનું ભણાવવામાં આવે તેવો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. ઘેજગામ અને ખેરગામ તાલુકાની હદ માં અનુસૂચિ-૫ અમલવારીના બોર્ડ લાગ્યા હતા.આ દિવાસીઓ પોતાના હક માટે જાગૃત થાય અને ભારતીય બંધારણમાં આદિવાસીઓ સમુદાયને આપવામાં આવેલા અધિકારોથી આજની આદિવાસી પેઢી અવગત થાય.આપણે બધા જાણીએ છે કે બાબાસાહેબ આંબેડકરે ભારતનું બંધારણ બનાવ્યુ છે. બંધારણ દિવસ આવે એટલે આપણે આ વાતને યાદ કરીએ છીએ. પણ કોઈને ભારતનુ બંધારણ કેવુ છે, તેમાં કેવા હક અને અધિકારોનું વર્ણન કરાયુ છે તે વિશે માહિતી નથી. લોકો આ વિશે અજાણ છે. બાળકોમાં નાની વયે જ બંધારણનું શિક્ષણ આવે તે માટે ગુજરાતના આદિવાસી સમાજે પહેલ કરી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકા ના ઘેજ ગામે પ્રાથમિક શાળાનાં બાળકોને બંધારણ ભણાવવાનો ઠરાવ કરાયો આદિવાસી પેઢીને અધિકારોથી વાકેફ થાય આદિવાસી ના હક અને અધિકારો શું છે જાણો






