
જંબુસર બીએપીએસ મંદિર ખાતે સદભાવી સંમેલન યોજાયું….
જંબુસર બીએપીએસ સંસ્થા સંત જ્ઞાનવીર સ્વામીની રાહબરી હેઠળ જંબુસર શહેર અને તાલુકા ની જનતા માટે ધાર્મિક સામાજિક કાર્યો કરી સત્સંગના માર્ગે દોરે છે. બીએપીએસ મંદિર ખાતે સદભાવી સંમેલન જ્ઞાનવીર સ્વામીની અધ્યક્ષતામાં યોજાયું. જેમાં સત્સંગ એ સુખનું સરનામું વિષય પર હરિભક્તોને સવિસ્તાર પ્રસંગોચિત સમજાવ્યા અને જણાવ્યું સ્થિરતાનું ઉદગમ સ્થાન સત્સંગ છે. કથા દ્વારા શરીરનું ઘડતર થાય છે જીવનમાં સ્થિરતા અને ધીરતા કથા સત્સંગથી આવે છે. જીવન સંસારમાં નાના મોટા પ્રશ્નો પ્રસંગો ઉદભવતા હોય છે . તે માટે મનુષ્ય જીવનમાં સત્સંગ જરૂરી છે.. જે
ટલો સત્સંગનો યોગ થાય તેટલું જીવન આનંદમય રહે છે. બાળકોમાં સંસ્કારનો અભાવ હોય તો સંપત્તિ સંતતિ ગુમાવવાનો વારો આવે છે. બાળ સભા દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. આજનો યુવાન વ્યસનોમાં રાચતો હોય છે તો તે માટે સત્સંગ અનિવાર્ય છે. અને માનસિક શાંતિ માટે પણ સત્સંગ જરૂરી છે. દરેક વ્યક્તિ જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, વૈભવ ની આશા રાખે છે પરંતુ સાચું સુખ સત્સંગમાં મળે છે. આ સહિત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજના જીવન કવન વિશે માહિતી આપી સત્સંગથી થતા ફાયદા હરિભક્તોને સમજાવ્યા હતા. સરદાર યોજાયેલ સદભાવી સંમેલનમાં મોટી સંખ્યામાં હરિભક્ત ભાઈ બહેનો અગ્રણીઓ હાજર રહી સત્સંગનો લાભ લીધો હતો…..
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





