ભરૂચ જિલ્લાના આદિજાતિના યુવક – યુવતીઓ માટે નિ:શુલ્ક વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં (ઓફલાઈન) ભાગ લેવા અનુરોધ
L
ભરૂચ- મંગળવાર – ભરૂચ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓને માટે વ્યક્તિત્વ વિકાસ, યુવક નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, પંચાયતી માળખાઓ ખ્યાલ તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા માટે તજજ્ઞો દ્વારા વિવિધ વિષય પર સમજ મળી રહે તે હેતુથી વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર (ઓફલાઈન)નું માહે જુન ૨૦૨૩ દરમિયાન આયોજન કરવામાં આવનાર છે. આ શિબિરમાં તેમને નેતૃત્વશક્તિ, વ્યક્તિત્વ વિકાસ, કારકીર્દિ માર્ગદર્શન અને યોગ નિદર્શન વગેરે વિવિધ બાબતોની તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયેથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ શિબિરમાં જેમની અરજી આવી હશે તેમની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરી આ શિબિરમાં જોડાવા માટેની જાણ કરવામાં આવશે. જેથી શાળા/કોલેજ/સંસ્થાના આદિજાતીના યુવક યુવતીઓને આ નિ:શુલ્ક તાલીમ શિબિરમાં ભાગ લેવા અરજી કરવાની રહેશે. અરજીપત્રક જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ, ભરૂચ પરથી મેળવી ને તા : ૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં પરત મોકલી આપવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરૂચ તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવાયું હતું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ