નેત્રંગ નગર ના મુખ્ય રોડ રસ્તાનુ ખાતમુહુર્ત થયાને ૧૭ દિવસનો સમયગાળો વિતવા છતા કામગીરી શરૂ નહિ થતા ગ્રામ પંચાયત તંત્ર પ્રત્યે પ્રજાનો રોષ.

*ક્યાં કારણોસર ખાતમુહુર્ત બાદ પણ સી.સી રોડના કામમાં વિલ્બ.?*
બ્રિજેશકુમાર પટેલ
પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ
નેત્રંગ નગર નો મુખ્ય રોડ ચાર રસ્તા થી ગ્રામપંચાયત સુધીનો રૂપિયા સિતેર લાખની લાગત થી નવનિર્માણ થનાર સી સી રસ્તા નુ વાજતે ગાજતે ભરૂચ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન ની હાજરીમા જિલ્લા સાંસદ ના હસ્તે ખાતમુહુર્ત કરાવવામાં આવ્યું હતું. જે ને સતર દિવસનો સમય ગાળો વિતી ગયો હોવા છતા પણ આજની તારીખ મા રસ્તા ની કામગીરી શરૂ નહી થતા નગરજનો ની આશા પર પાણી ફરી વળતા ગ્રામ પંચાયતના તંત્ર પ્રત્યે છૂપો રોષ તેમજ ચર્ચાએ જોર પકડ્યું કે આખરે ક્યારે રોડ નિર્માણ કાર્યની શરૂઆત કરશે….? નગરજનોએ સ્વૈછિક રીતે નડતર રૂપ પતરાના બનાવેલ વાછેટીયા તેમજ સેડ દુર તો કર્યા છે.
ગ્રામ્ય વિસ્તાર મા હોય તેવો ધુળીયો રસ્તો બની જતા લોકો છેલ્લા પાંચ વર્ષ ઉપરાંત થી આ રોડ રસ્તા થી હેરાનપરેશાન થઈ તોબાપોકારી ઉઠીયા છે. તેવા સંજોગોમા નવા ચુંટાયેલ સરપંચ આ રોડ બનાવે તેવી આમ જનતા ની માંગ હતી, થોડા મહિના પહેલા જ સ્થાનિકોએ બજારો બંધ રાખી રેલી યોજી હતી સાથે જ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો હતો.
તેમજ ભરૂચ જિલ્લાના લોક પ્રિય સાંસદ મનસુખ વસાવાએ તેઓની ગ્રાટ માંથી રૂપિયા પંચાસ લાખ તેમજ ૧૫ નાણાપંચ હેઠળ ૨૦ લાખ મળી કુલ્લે રૂપિયા સિતેર લાખ ના બજેટ થી ચાર રસ્તા થી લઇ ને ગ્રામપંચાયત સેવાસદન સુધી જ બનનારા આ સીસી રોડ નુ ખાતમુહુર્ત જીલ્લા સાંસદ મનસુખ વસાવાએ ૩ મે ના રોજ ભરૂચ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન તેમજ આમ જનતા ની હાજરીમા કર્યા ને આજે સતર દિવસનો સમય ગાળો વિતી ગયો હોવા છતા પણ સ્હેજ પણ કામગીરી શરૂ નહિ થતા અને તંત્ર થકી રોડ ને નડતર રૂપ દબાણો દુર કરવા બાબતે ત્વરીત નિર્ણય નહિ લેવાતા નગરજનો ની આશા પર પાણી ફરી વળતા પ્રજા રોષ ઠાલવી રહી છે. ચોમાસ ની સિઝન ને માંડ માંડ એક માસનો સમય ગાળો બાકી રહ્યો છે. તેવા સંજોગોમા આ રોડની કામગીરી દિવાળીએ શરૂ થશે કે શુ તેવુ નગરજનોમા ચચાઁઇ રહ્યુ છે.








