BHARUCHJHAGADIYA

નર્મદા જિલ્લાના રેલ ગામની અને હાલ ઝઘડિયા તાલુકા રૂમાલપુરા ગામે રહેતી પરણિતાનું કરંટ લાગવાથી મોત થયું.

નર્મદા જિલ્લાના રેલ ગામની અને હાલ ઝઘડિયા તાલુકા રૂમાલપુરા ગામે રહેતી પરણિતાનું કરંટ લાગવાથી મોત થયું.

 

પરણિતાના પિયર પક્ષે મરણ જનારના માથે અને હાથે ઈજા હોય યોગ્ય તપાસની માંગ કરી.

 

નર્મદા જિલ્લાના રેલ ગામના અને હાલ ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા ગામે રહેતા વિપુલ જગદીશભાઈ વસાવાને ઝઘડિયા તાલુકાના વલા ગામની આસ્થા કનુભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ હતો, જેથી તેમણે ગત તા.૪.૧૧.૨૩ ના રોજ ઝઘડિયા ખાતે લગ્ન કર્યા હતા, લગ્ન બાદ વિપુલ અને આસ્થા રૂમાલપુરા ગામના આસ્થાના નાના ને ત્યાં ખેતરમાં આવેલ ઘરે રહેતા હતા, ગતરોજ વિપુલ અને તેનો નાનો ભાઈ નિતેશ તેની બાઈક લઈને ઝઘડિયા ખાતે તાડફરી વેચવા માટે ગયેલા અને આસ્થા અને તેની કાકી કાળીબેન ઘરે હાજર હતા સાંજે ૭ વાગ્યાના અરસામાં વિપુલ ઝઘડિયા હતો ત્યારે તેના પર તેની મામી પુનમબેનનો ફોન આવેલો અને જણાવ્યું હતું કે તારી પત્ની આસ્થાને ખેતરમાં આવેલ બોરવેલ નજીક કરંટ લાગતા જમીન ઉપર નીચે બેહોશ હાલતમાં પડેલ છે અને કંઈક બોલતી નથી, આ વાતની જાણ થતાં વિપુલ તથા તેનો ભાઈ ઘરે આવ્યા હતા અને તેની પત્નીને ઘરમાં સુડાવેલ હતી અને ઘરમાં પૂછપરછ કરતા પરિવારજનો એ જણાવેલ કે બપોરે ૩:૩૦ વાગ્યે ઘરેથી આસ્થા ચા બનાવીને ચા પી તેના દાદા ને ચા આપવા માટે બીજા ખેતર ગયેલ હતી અને તેના ઢોળોનો ઘાસચારો લઈ ૬:૩૦ વાગે પરત આવેલ તે વખતે આસ્થા ખેતરના બોરવેલ નજીકના ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર ના થાંભલા અને તાણીયા નજીક જમીન ઉપર નીચે બેહોશ હાલતમાં હાલતમાં પડેલ હતી, તેને ઉઠાડતા તે કંઈક બોલી ન હતી જેથી પરિવારજનોએ તેને ઘરમાં લાવી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને તેને ઉમલ્લાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, ત્યારે ફરજ પરના ડોક્ટરે આસ્થાને મરણ જાહેર કરેલ હતી, ઘટના બાબતે આસ્થાના પતિ વિપુલભાઈ જગદીશભાઈ પટેલે ઉમલ્લા પોલીસમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી, આ તરફ આસ્થાના પિયર પક્ષે પણ ઉમલ્લા પોલીસમાં જઈ આસ્થા ને શરીર પર ઇજા હોવાના કારણે આ ઘટનાની યોગ્ય તપાસ કરવા માટે જણાવ્યું હતું.

ઈરફાન ખત્રી

રાજપારડી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button