
વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે નેત્રંગ આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરાયું

દર વર્ષે 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણી સમગ્ર દેશની અંદર કરવામાં આવે છે. જે અંતર્ગત નેત્રંગ આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નેત્રંગ આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રાથમિક શાળાએથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગ ભરૂચ માર્ગદર્શન હેઠળ વિશ્વ મેલેરીયા દિન નિમિત્તે નેત્રંગ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ. એન.સિંગના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાની અંદર જન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રિજેશ પટેલ, નેત્રંગ
[wptube id="1252022"]








