BHARUCH

જંબુસર કોટ બારણા ખાતે આવેલ પુરાની પેટા તિજોરી કચેરી જર્જરી હાલતમાં.. કચેરી નો સ્લેબ ધરાશાય એકને સામાન્ય ઇજાઓ

જંબુસર કોટ બારણા ખાતે આવેલ પુરાની પેટા તિજોરી કચેરી જર્જરી હાલતમાં.. કચેરી નો સ્લેબ ધરાશાય એકને સામાન્ય ઇજાઓ…

જર્જરિત ઇમરતો મા જીવના જોખમે કામ કરતા કર્મચારી ઓ

જુનિયર ક્લાર્ક શૈલેષ પરીખ ને નાની મોટી ઈજા

જંબુસર કોટ બારણા ખાતે જૂની કોર્ટ કચેરી તથા પેટા તિજોરી આવેલી છે જ્યાં બપોરના સુમારે પેટા તિજોરી ના કર્મચારીઓ અંદર હાજર હતા તે સમયે એકાએક છતનો ભાગ ધડાકાભેર ધરાશઈ

થતા ઓફિસ કર્મચારી શૈલેષભાઈ પરીખ ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.. સદર ઘટનાની જાણ આજુબાજુ મા થતા લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી..
પેટા તિજોરી કચેરી જર્જરીહાલતમાં હોય જે અંગે કચેરી અધિકારી દ્વારા ઉપરી અધિકારીને લેખિત તેમજ મૌખિક જાણ કરવામાં આવી છે તેમ છતાંય અધિકારીઓના પેટનો પાણી હાલતું નથી અને કર્મચારીઓના જીવના જોખમે નોકરી કરવા મજબૂર બન્યા છે. આ બનાવ પછી ઉપલા અધિકારીઓ આ તિજોરી કચેરી અન્યત્ર ખસેડવા પગલાં ભરશે કે પછી મોટી જાનહાનિની રાહ જોશે કે અંગે નગરમાં ચર્ચાઓ જોવા મળી રહી છે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button