
નિધિ આપકે નિકટ ૨.૦” શિબિરનું આયોજન

ભરૂચ:મંગળવાર: ઇપીએફઓ “નિધિ આપકે નિકટ ૨.૦” કાર્યક્રમ દ્વારા સમગ્ર દેશના દરેક જિલ્લાઓમાં જીલ્લા પહોચ કાર્યક્રમની મોટા પાયે શરૂઆત કરવામાં આવી છે.
આ અંતર્ગત પી.એફ. વિભાગ,ભરૂચ દ્વારા ૨૭ માર્ચ નાં રોજ ભરૂચ તેમજ નર્મદા જીલ્લામાં ″નિધિ આપકે નિકટ શિબિર″નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ નું ભરૂચ જીલ્લામાં બી.આઈ.એલ. ઓડિટોરિયમહોલ, અંકલેશ્વર તેમજ નર્મદા જીલ્લામાં ઓડિટોરિયમભવન, સરદાર સરોવર રિસોર્ટમાં આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં વિભાગના અધિકારી દ્વારા પેન્શન નિર્ધારણ, પેન્શન દાવા અરજી, યોજના પ્રમાણપત્ર, ઈ-નોમીનેશન કર્મચારી જમા સહ્બધ્ધ વીમા યોજના સંબંધિત જાણકારી આપવામાં આવી. કાર્યક્રમ દરમ્યાન ઇપીએફઓ ના સભ્યો તેમજ પેન્શનરો ની ફરિયાદો નું સ્થળ પર જ સમાધાન કરવામાં આવેલ હતું. નોંધપાત્ર છે કે,કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) દ્વારા સમાવિષ્ટ અને સંયુક્ત પહોચ કાર્યક્રમ ના માધ્યમથી દેશના દરેક જીલ્લામાં જાગૃતિ વધારવા અને ફરિયાદોનાં નિવારણ માટે “નિધિ આપકે નિકટ ૨.૦” ની શરૂઆત કરવામાં આવી છે.








