
નેત્રંગ પોલીસનો સ્ટાફ રવિવારે બપોરે કેલ્વી કુવા બોરખાડી રોડ પર વોચમાં ગોઠવાયો હતો. જે વેળા બોરખાડીથી આવતી પલ્સર બાઇકને રોકતા બે ખેપિયાઓ વચ્ચે મુકેલ મિણીયો થેલો ઝડપાયો હતો. જેમાંથી બિયરના 192 ટીન મળી આવ્યા હતા.
કેલ્વીકુવાના ભરત બુધિયા વસાવા અને ચંદ્રકાન્ત મહેન્દ્ર વસાવા આ દારૂ દેડિયાપાડાના ચીકદાથી કલ્પેશ ગોનજી પાસેથી લાવ્યા હતા. જે જથ્થો કેલ્વીકુવાની મહિલા બુટલેગર રાધાબેન દલાભાઈ વસાવાએ મંગાવ્યો હતો. પોલીસે બન્ને ખેપિયાની બિયરના જથ્થા, એક મોબાઈલ અને બાઇક મળી કુલ રૂપિયા 74,200 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે માલ મોકલનાર અને મંગાવનારને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી.
*બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ*
[wptube id="1252022"]