BHARUCH

આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસરમાં મેહદી હરિફાઈ અને કેશગુફન સ્પર્ધા યોજાઈ

આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસરમાં મેહદી હરિફાઈ અને કેશગુફન સ્પર્ધા યોજાઈ
ગૌરીવ્રત નિમીત્તે યોજાયેલ સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ દરેક વિદ્યાર્થીનીઓએ મેહદી અને કેશગુફન હરિફાઈમાં સુન્દર પ્રદર્શન કર્યુ હતું.
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શાળામાં ફરજ બજાવતા શ્રી દાનાભાઈ મીર, શ્રી હર્ષદભાઈ પરમાર, શ્રીમતી હનિફાબેન તથા શ્રીમતી હેમલત્તાબેને નિર્ણાયક તરીકે ભૂમિકા નિભાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નીલેશભાઈ તિવારીએ કર્યુ હતું.

જેમાં માધ્યમિક વિભાગમાં મેંહદી હરિફાઈમાં પ્રથમ નંબરે વસાવા વંશિકાબેન રમેશભાઈ તથા કેશગુફન સ્પર્ધામાં પટેલ દૈવીબેન વિપુલભાઈ અને ઉચ્ચતર માઘ્યમિક વિભાગમાં મેંહદી હરીફાઈમાં પ્રથમ નંબરે પરમાર અશ્વિનીબેન કનુભાઈ આવ્યાં હતાં.
તમામ વિજેતા સ્પર્ધકોને શાળાનાં પ્રમૂખ શ્રી મહેશભાઈ સોલંકીએ અને આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન પાઠવ્યા હતાં.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button