
નેત્રંગ : ભક્તિધામ ખાતે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે સમૂહ મહાપુંજાનું આયોજન કરવામાં આવ્યું

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૮/૦૯/૨૦૨૩
નેત્રંગ માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે જન કલ્યાણ અર્થે સમૂહ મહાપુંજાનું આયોજન કરવામાં આવ્યું.
નેત્રંગ ખાતે દર વર્ષે ભક્તિધામ ખાતે સમુહ મહાપુજા કરવામાં આવે જેના ભાગ રૂપે આ આ વર્ષે પણ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે સહજાનંદ પ્રદેશના પ્રાદેશિક સંતવર્ય પ.પૂ. ભક્તિવલ્લભ સ્વામીના સાનિધ્યમાં ૩૦૦ જેટલા નેત્રંગ તાલુકા સહિત આજબાજુના તાલુકાઓમાં થી આવેલ હરી ભક્તોને સમૂહ મહાપુંજા કરાવવામાં આવી હતી. જેમાં હરિભક્તોએ વિશ્વ આખું આત્મીયતાથી જીવે, દરેક સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે અને ભારત દેશ ઉત્તરોઉત્તર પ્રગતિ કરીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાથના કરી હતી. જે બાદ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી.








