સાંસદ તમારે દ્વાર-કેન્દ્ર માં મોદી સરકારે ૯ વર્ષ પૂર્ણ કરતા ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા દ્વારા જન સંપર્ક અભિયાન ની શરૂઆત કરી


કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં સરકારને સફળતાપૂર્વક ૯ વર્ષ પૂર્ણ થવા બદલ સાંસદ મનસુખ વસાવા દ્વારા આજથી જનસંપર્ક અભિયાન ની શરૂઆત કરી છે,જે અંતર્ગત દેવમોગરા ગામ ની તેઓએ મુલાકાત લીધી હતી,જ્યાં તેઓએ યાહા મોગી માતાના મંદિરે દર્શન કરી અભિયાન શરૂ કર્યું હતું,

સાંસદ જન સંપર્ક અભિયાન દરમ્યાન વિવિધ ગામડાઓની મુલાકાતે મનસુખભાઇ વસાવા જનાર છે તેમજ તે દરમિયાન સરકાર ની વિવિધ યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરી સરકારની અન્ય યોજનાઓની જાણકારી આપી નવભારત ના નિર્માણ માં જોડાવા આહવાન કરવામાં આવનાર હોવાનું સાંસદ દ્વારા જણાવવા માં આવ્યું હતું,
સાગબારા ના દેવ મોગરા ખાતેથી આજ થી શરૂ થનાર સાંસદ સંપર્ક અભિયાન માં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવતુંભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા, સહિત મોટી સંખ્યામાં ભાજપ ના આગેવાનો આ યાત્રા માં જોડાયા હતા. ના અગ્રણીઓ કાર્યકરો અને ગ્રામજનો મોટી સઁખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ








