
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષક તાલીમ ભવન ભરૂચ માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન જંબુસર ખાતે પ્રાથમિક સ્તરે બાલવાટિકા શરૂ થયેલ છે. આ નવા પ્રકલ્પમાં શિક્ષકોને આ તાલીમ દ્વારા બાલવાટિકાના બાળકોને કેવી રીતે આનંદમય, પ્રવૃત્તિમય જ્ઞાન આપવું એ તાલીમનો મુખ્ય હેતુ છે. જે અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે 120 થી વધુ શિક્ષકોને તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી. જેમાં શિક્ષકોને બાલવાટિકાના નવા અભ્યાસક્રમ સાથે સુસજ કરવા તાલીમ અપાય હતી. જેનાથી બાળકોને શાળાએ ભારરૂપ નહીં પરંતુ આનંદની રમતની શાળાઓ બનશે. સંપૂર્ણ તાલીમનું સંચાલન બીઆરસી કોર્ડીનેટર અશ્વિનભાઈ પઢીયાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાલવાટિકા તાલીમમાં સી.આર.સી બીપીનભાઈ સહિત પ્રાથમિક વિભાગ તાલીમાર્થી શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક તાલીમ લીધી હતી…..ર
[wptube id="1252022"]





