DEVBHOOMI DWARKADWARKA

દ્વારકામાં શ્રીકૃષ્ણ રુક્ષ્મણી વિવાહ પ્રસંગ નિમિત્તે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો

દ્વારકામાં શ્રીકૃષ્ણ રુક્ષ્મણી વિવાહ પ્રસંગ નિમિત્તે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો

૦૦૦

ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઈ એક ભારત શ્રેષ્ઠ ભારત માટે સંકલ્પ લઈએ

: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

૦૦૦

ગુજરાતના લોકોને સાસરિયાવાળાઓ તરીકે સ્નેહથી સંબોધી પૂર્વોત્તર પ્રદેશમાં પ્રવાસન તેમજ રોકાણ માટે નિમંત્રણ પાઠવતા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ

૦૦૦

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પૂર્વોત્તર રાજ્યો વિકાસની નવી ઊંચાઈ પર છે: આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સર્માં

૦૦૦

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરવાની સાથે  સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય એકતા મજબૂત થઈ રહી છે*

– કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય રાજ્યમંત્રી શ્રી મીનાક્ષી લેખી

૦૦૦

ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના અનુબંધ સાથે સૌરાષ્ટ્ર  તમિલ સંગમ સહિત સાંસ્કૃતિક એકતાના આ પ્રસંગો એક ભારત શ્રેષ્ઠ ભારતને ચરિતાર્થ કરી રહ્યા છે: મણીપુરના સાયન્સ ટેકનોલોજી મંત્રીશ્રી બિસ્વજીત  સિંઘ

૦૦૦

*માધવપુર અને દ્વારકાના આંગણે ઉત્તર પૂર્વના તમામ મહેમાનોનું સ્વાગત સન્માન કરી આનંદ અનુભવીએ છીએ: શ્રી કૃષ્ણ રુકમણી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા:* પ્રવાસનમંત્રીશ્રી મુળુભાઈ બેરા

૦૦૦

દ્વારકામાં ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ઉત્તર પૂર્વ રાજ્યોના અને ગુજરાતના કલાકારોએ  ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરી

ખંભાળિયા તા.૩

માધવપુર ઘેડના મેળાના પાંચમા દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગ નિમિત્તે દ્વારકામાં શ્રીકૃષ્ણ રુક્ષ્મણી સ્વાગત સત્કાર સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ,આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સર્માં,અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ,કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય રાજ્યમંત્રી શ્રી મીનાક્ષી લેખી,મણીપુરના સાયન્સ ટેકનોલોજી મંત્રી શ્રી થમ્બ બિસ્વજીત  સિંઘ, ગુજરાતના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો અને પૂર્વોત્તર રાજ્યોના કલાકારો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 દ્વારકામાં શ્રીકૃષ્ણ રુક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરી શોભા યાત્રા યોજાયા બાદ સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મલ્ટી મીડિયા શો ના મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિમાં શ્રી રામ અને શ્રીકૃષ્ણ મુખ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ચરિત્ર, કર્મ ,ધર્મ ,નીતિ, દાયિત્વ સહિત આદર્શ માનવ જીવન માટે પ્રેરણા આપી છે. તેમનું જીવન અને ઉપદેશ આપણા માટે પ્રેરણાદાયી છે.

યુવાઓ સહિત ઉપસ્થિત ભક્ત સમુદાયને મહાભારત વાંચવાની શીખ આપી રાજ્યપાલશ્રી એ જણાવ્યું હતું કે મહાભારતમાં  ભગવાન શ્રીકૃષ્ણના જીવનના તથ્યો કે જે આપણા માટે પ્રેરણા આપે છે તે આપણે જાણવા જોઈએ .ભગવાન શ્રી કૃષ્ણએ જીવનમાં માત્ર એક જ લગ્ન કર્યા હતા અને તે શ્રી રુક્ષ્મણી સાથે. ગીતાના ઉપદેશથીથી આપણને કર્મનું મહાત્મ્ય સમજાવ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના વધુ વ્યાપક થઈ રહી છે અને તેઓએ કોરોના કાળનો સંદર્ભ આપી વિશ્વના અનેક દેશોને જે ભારત તરફથી મદદ કરવામાં આવી તેની વાત સગૌરવ જણાવી હતી. રાજ્યપાલ શ્રી એ ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઈને સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય એકતા સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત નો સંકલ્પ લેવા પણ અનુરોધ કર્યો હતો. અરુણાચલ પ્રદેશ સહિત પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિના સમન્વય સાથે પૂર્વતર રાજયના કલાકારોને અભિનંદન આપ્યા હતા.

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પેમા ખાંડુએ આજના આ મહોત્સવમાં નોર્થ ઈસ્ટના રાજ્યોને જોડવા બદલ ગુજરાત સરકારનો અને સાંસ્કૃતિક મંત્રાલયનો આભાર માન્યો હતો અને પ્રધાનમંત્રીશ્રીની એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના ચરિતાર્થ થઈ રહ્યું હોવાનું તેમણે ગૌરવ સાથે જણાવી ભારતમાં સૂર્યનું પહેલું કિરણ જ્યાં પડે છે તે શ્રી રુક્ષ્મણીના જન્મ વિસ્તાર અરુણાચલ પ્રદેશના દોન્ગ અને દ્વારકા વચ્ચે સાંસ્કૃતિક સેતુ જોડાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. શ્રી  પેમા ખાંડુએ અરુણાચલ પ્રદેશ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્રદેશ ખૂબ જ સુંદર છે અને અહીં ખૂબ જ કુદરતી સંપદા રહેલી છે તેમણે આ તકે ગુજરાતવાસીઓને નોર્થ ઈસ્ટ રાજ્યોમાં ઉદ્યોગો અને રોકાણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેઓએ દ્વારકાના અને ગુજરાતના લોકોને સાસરિયાવાળાઓ તરીકે પ્રેમથી સંબોધી અરુણાચલ પ્રદેશમાં પધારવા આમંત્રણ આપ્યું હતું. તેમણે પ્રધાનમંત્રીશ્રીનો આભાર માની જણાવ્યું હતું કે તેમના કાર્યકાળમાં નોર્થના રાજ્યોએ એક અલગ ઓળખ મેળવી છે અને વિવિધ ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી રહ્યા છે.

આસામ મુખ્યમંત્રીશ્રી હેમંતા બીશ્વા સર્માએ કહ્યુ કે ભારતમાં જ્યાંથી સૂર્યોદય થાય તે ઉત્તરપૂર્વની ભૂમિ અરુણાચલપ્રદેશ અને સૂર્યાસ્ત થતી ગુજરાતની દ્વારિકા ભૂમિને જોડવાનું કાર્ય ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આજથી આશરે પાંચ હજાર  પૂર્વે કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના  નેતૃત્વમાં ઉત્તરપૂર્વને વિકાસની એક નવી દિશા બતાવી છે. આજે રોજ ભગવાનશ્રી કૃષ્ણની પાવન ભૂમિ દ્વારકામાં આવી હું અત્યંત ગૌરવની લાગણી અનુભવી છું.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નેતૃત્વમાં દેશની સંસ્કૃતિને એક તાંતણે જોડવા એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ હેઠળ દેશના કણ – કણ, વ્યક્તિ – વ્યક્તિની પરંપરાને જોડવાનું કાર્ય કર્યું છે. ઉત્તરપૂર્વની સંસ્કૃતિને પશ્ચિમની  સંસ્કૃતિ સાથે જોડતો ઉત્સવ એટલે માધવપુર ઘેડનો મેળો. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજી ના માધવપુર વિવાહ થયા બાદ રૂકમણીજીનું સ્વાગત રૂકમણીસ્ત્રોતમ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ ઉત્તરપૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનું જોડાણ સાચા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાર્થક કરે છે. તેમજ  પ્રાચીન વર્ષો જૂની પરંપરાને દ્વારકાના સ્થાનિક લોકો દ્વારા  જાળવી રાખવા બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું.

મણીપુરના ઉર્જા અને પર્યાવરણ મંત્રીશ્રી થોમ્બા બિશ્વજીત સિંઘએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો આભાર માની નોર્થ ઈસ્ટના રાજ્યોને ભારતનું અભિન્ન અંગ હોવાની પ્રતીતિ કરાવી હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું . આ તકે તેમને જણાવ્યું હતું કે માધવપુર ફેસ્ટિવલ થકી નોર્થ ઈસ્ટ અને ગુજરાતની સંસ્કૃતિ કલા અને રીત રિવાજોને જોડવાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે, સાથોસાથ ટુરીઝમ ક્ષેત્રને પણ નવી દિશા મળશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.  શ્રી બિશ્વજીતે  આ તકે પ્રધાનમંત્રી શ્રી દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ અભિયાનની સરાહના કરી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર તમિલ લોકોને તેમના મૂળ વતન સાથે જોડવાનું આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે. એકતા અને ભાઈચારાનો સંદેશ સાથે કલા અને સંસ્કૃતિના માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના સાર્થક થઈ રહી હોવાનું તેમણે આજના પ્રસંગે જણાવ્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે,વર્ષોથી પરંપરાગત રીતે યોજાતો માધવપુર મેળાને વર્ષ ૨૦૧૮થી દીર્ઘદૃષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી નવી ઉંચાઈ મળી છે.માધવપુર મેળાને આ વખતે પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને  રાજકુમારી શ્રી રૂકમણીજીના પવિત્ર વિવાહનો સત્કાર સમારોહ દ્વારકા ખાતે આયોજન કરવામાં આવેલ છે.  ગુજરાત તથા પૂર્વોત્તર રાજ્યોના સંબંધો અને સંસ્કૃતિનું મિલન માધવપુર મેળાએ કરાવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રાજકુમારી રુકમણીજીની ભવ્ય શોભાયાત્રા છેક માધવપુરથી દ્વારકા સુધી યોજવામાં આવી હતી. જેમાં દરેક લોકોએ ઉત્સવની  જેમ ઉમંગભેર ભાગ લીધો હતો.

ભગવાન શ્રીકૃષ્ણના અને રાજકુમારી રુકમણીના  વિવાહ પૂર્વેની કથા દર્શાવતો ભવ્ય મલ્ટીમીડિયા શો જોઈ લોકોના મન પ્રફુલ્લિત થઇ ઉઠ્યા હતા.

આ તકે  પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ તેમજ આદિવાસી વિકાસમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર,નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશ મકવાણા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી આર.આર.રાવલ, દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ ભાઈ નથવાણી , પ્રવાસન વિભાગ એમ.ડી.શ્રી સૌરભ પારઘી, સાંસદશ્રી પૂનમબેન માડમ, સાંસદશ્રી રમેશભાઈ ધડુક, દ્વારકાના ધારાસભ્યશ્રી પબુભા માણેક, મહુવાના ધારાસભ્યશ્રી મોહનભાઇ ડોડીયા, કલેકટરશ્રી એમ. એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધાનાણી, અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button