જંબુસર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક થેલીનું વેચાણ કરનાર વેપારીઓ પાસેથી 20 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો

પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ ન કરવા અને કાપડ કે કાગળ થેલીનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવે છે. સરકાર દ્વારા પણ વખત જાહેરાતો કરી કાપડ કે કાગળ થેલીનો ઉપયોગ કરવા તથા પ્લાસ્ટિક થેલી થી થતા નુકસાન અંગે જનજાગૃતિ પણ ફેલાવવામાં આવી છે. તેમ છતાંય પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાયો નથી જેને લઇ તંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરી પ્લાસ્ટિક થેલી વેચાણ કરનાર વેપારીઓ પર તવાઈ આવે છે. આજરોજ જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા તાપ સાથે નગરમાં પ્લાસ્ટિક થેલીનું વેચાણ કરનાર વેપારીઓની દુકાને સરપ્રાઈઝ ચેકિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં 120 થી ઓછી માઇક્રોનના ઝભલા વેચાણ કરતા સાત વેપારીની દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પાલિકા દ્વારા 20 કિલો જેટલો પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને વેપારીઓને 5,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા પ્લાસ્ટિક થેલીનું વેચાણ કરનાર વેપારીઓમાં ફાફડાટ વ્યાપ્યો હતો……
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 





