BHARUCHBHARUCH CITY / TALUKO

ભારતનું પ્રથમ સાયકલ ફાઉન્ડેશન ‘અપના જંકશન’ ‘નારીશક્તિ’ એવોર્ડ 2022 ગુજરાતમાંથી શ્વેતા વ્યાસ ને આપવામાં આવે છે.

 

ભારતનું પ્રથમ સાયકલ ફાઉન્ડેશન ‘અપના જંકશન’ ‘નારીશક્તિ’ એવોર્ડ 2022 ગુજરાતમાંથી શ્વેતા વ્યાસ ને આપવામાં આવે છે. ફાઉન્ડેશનના વડા જીતેન્દ્ર સિંહે શ્વેતાને અભિનંદન પાઠવ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. અપના જંકશન ફાઉન્ડેશનના સ્થાપક, સોનીપતના સાયકલ મેયર ‘સાયકલ મેન અરુણ’ મલિક જેઓ , ફાઉન્ડેશને ‘પોલ્યુશન ફ્રી ઈન્ડિયા’ અભિયાન શરૂ કર્યું છે જેમાં મહિલા કેટેગરીમાં નારી શક્તિ એવોર્ડ આપવામાં આવે છે. અપના જંકશનથી આ અભિયાન સાથે દેશભરના લોકો જોડાયેલા છે. આ ઊપરાંત સ્વેતા વ્યાસ ને સાયક્લિંગ તથા ફિટનેસ બાબતે યોગદાન બદલ 15 ઓગસ્ટ 2022 નાં રોજ સ્ટાર ઈન્ડિયા ઈન્ડિપેનડેટ એવોર્ડ પણ મળ્યો છે.

 

સ્વેતા વ્યાસ રોજ નાં 30 થી 50 km જેટલું સાયક્લિંગ કરે છે અને શ્વેતા વ્યાસ 2 વર્ષ માં સાયક્લિંગ દ્વારા 30 કિલો વજન ઉતાર્યું છે. સ્વેતા વ્યાસ લોકો માં સાયક્લિંગ તથા ફિટનેસ માટે જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

[wptube id="1252022"]
Back to top button