જંબુસર એસટીડેપો પાસે બનેલ નવનિર્મિત રસ્તામાં એક જ મહિનામાં ભુવા પડતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલ્લી પડી

થજંબુસર શહેર ના એલ.આઇ.સી ઓફિસથી એસટી ડેપો વિસ્તારની જંબુસર નાયબ પોલીસ અધિક્ષક (DYSP) ની ઓફિસ સુધી છેલ્લા ઘણાએ વર્ષો થી ખરાબ રસ્તો હોવાથી રાહદારીઓને ભારે હાલાકી અનુભવી પડતી હતી આ રસ્તો બનાવવા માટે રિટેન્ડરિંગ કરવું પડ્યું આ રસ્તાનું કામ શરૂ થયું હતું. જ્યારે એક મહિના પહેલા જ આ રોડનું કામ પૂર્ણ થયું છે બનેલો રોડ બેસી જતા ખાડા પડતા બનેલા રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય એમ નજરે પડે છે.
આ રોડ મુખ્યમંત્રી સ્વર્ણિમ શેહરી વિકાસ યોજના માંથી બનેલ એક કરોડ ત્રીસ લાખના ખર્ચે બન્યો આ રોડ પટેલ કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવ્યો હતો જ્યારે આ રોડ બન્યાના એક જ માસમાં રોડ રોડ પર ભુવા પર જતા રોડની કામગીરી હલકી ગુણવત્તા અને સોલિંગ કરી પીસીસી કરવાની બદલે માટી પુરાણ કરી બનાવવામાં આવ્યો હોવાથી નવનીત રોડમાં ભુવા પડ્યા નજરે પડે છે. જેને લઈને જંબુસર નગર પાલિકાની ગોર બેદરકારી પણ નજરે પડે છે. જો નગરપાલિકા ના અધિકારીઓ દ્વારા આ રસ્તાના કામનું સારું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું હોત તો એક જ મહિનામાં આ રીતે રસ્તા પર ભુવા પડવાના સામે આવ્યા ન હોત આના કારણે જંબુસર નગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટર વચ્ચેની સમજૂતી ( ભ્રષ્ટાચાર ) દેખાઈ રહી છે.
વર્ષો બાદ બનેલા રસ્તાને લઇ જંબુસર નગરની પ્રજામાં ખુશી નો માહોલ દેખાઈ રહ્યો હતો પરંતુ કહેવત છે ને કે “ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત હૈ ” આવી પરિસ્થિતિ જંબુસરની પ્રજા અનુભવી રહી છે. જોકે રસ્તાની લાઇબ્રેટી બન્યા પછી ત્રણ વર્ષની હોય છે પરંતુ એક જ મહિનામાં જો ભુવા પડતા હોય તો રસ્તાની ગુણવત્તા પર સવાલ ઊઠે એ ચોક્કસ છે. ત્રણ વર્ષની લાઈબ્રેટીમાં કેટલી વાર રસ્તા નું સમારકામ થશે?ભરૂચ જિલ્લા કલેકટર તેમજ રાજ્ય સરકાર આ રસ્તાની યોગ્ય તપાસ કરાવે જે લોકો દ્વારા બેદરકારી અચરાઈ હોય તેવા કોન્ટ્રાક્ટરો તેમજ અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવાય તેવી જંબુસર નગરની પ્રજાની માંગ ઉઠી છે.
બોક્સ- 1 કોન્ટ્રાક્ટરે પોતાના બચાવ અર્થે પાણીનો નિકાલ ન હોવાનો રતન કરી રહ્યા છે. પરંતુ ન જીવા વરસાદમાં પાણી નિકાલ નો કોઈ વિષય આવતો જ નથી
બોક્સ 2 – જંબુસર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા સાકીર મલેક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણાએ વર્ષોથીયા રોડ બનતો નથી અને બન્યો તેમાં એ મોટા પાયે ભ્રષ્ટાચાર થયું હોય તેમ જણાવી રહ્યા છે.
બોક્સ 3 – જંબુસર મતવિસ્તાર પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રસ્તો વર્ષો બાદ બન્યો છે. તેમાં એ હલકી ગુણવત્તાનો રસ્તો બનાવવામાં આવ્યો હોવાથી આ રીતે રસ્તામાં ભુવા પડ્યા છે. રસ્તો બનાવવામાં જંબુસર નગરપાલિકા તેમજ કોન્ટ્રાક્ટર વચ્ચેની મીલીભગત નજરે પડે છે.
બ્લોસ 4- જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી ને ટેલીફોન કરતાં તેઓ જણાવ્યું હતું કે હજી કામ કઈ પૂરું થયું છે હજી તો ઉદ્ઘાટન પણ બાકી છે તેઓ જવાબ આપ્યો હતો
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ








