
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 
નવયુગ વિદ્યાલય જંબુસરમાં શાળાનું સુચારૂ સંચાલન થઈ શકે અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો ખીલે તે માટે દરેક વર્ગના પ્રતિનિધિ અને G.S. અને L.R. ની ચુંટણી યોજાઈ હતી. જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમા GS તરીકે પટેલ પ્રીયાંસુભાઈ નરેશભાઈ અને L.R. તરીકે પટેલ શિવાંગીબેન શૈલેષભાઈ બીન હરીફ થયા હતા જ્યારે માધ્યમીક વિભાગમાં EVM મશીનની જેમ વોટિંગ કરાવતા ભારે રસાકસી બાદ GS માં રાજ શિવમસિંહ રણજીતસિંહ અને L.R.માં જડિયા ક્રિષ્નાબેન વિરલભાઈ વિજેતા જાહેર થયા હતા.
શાળા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે ચૂંટાયેલ પ્રતિનિધિઓને જરુરી માગૅદશૅન આપ્યું હતું. તથા શાળા પરિવારે તમામ વિજેતાઓને વૃક્ષના રોપ આપી શુભેચ્છા આપી હતી તથા તે નિમીત્તે વૃક્ષો રોપી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નીલેશભાઈ તિવારીએ કહ્યું હતું.





