
જંબુસર સિદ્ધિવિનાયક ખાતે હનુમાનજી મંદિરે 20 માં પાટોત્સવ ની ઉજવણી કરાઈ…..
જંબુસર નગરના સિદ્ધિ વિનાયક સોસાયટી ખાતે ભાથીજી મહારાજ, ખોડીયાર માતા, સિંધવાઈ માતા સહિત હનુમાનજી દાદાનુ મંદિર આવેલ છે. જ્યાં વખત વખત સોસાયટી પરિવાર દ્વારા ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ભીડભંજન હનુમાનજી મંદિરના 20 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરે સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિ પહેલા લાલ કુંભારવાડા ખાતે 70 વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવી હતી. સને 2003માં સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે મંદિરનું નવનિર્માણ કરાયું અને આ મૂર્તિને લાલ કુંભારવાડા માંથી ધાર્મિક રીતે રિવાજ મુજબ નુતન મંદિર ખાતે લાવી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ વિધવાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી. જેનો 20મા પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યજ્ઞ પૂજા વિધિ વિધવાન બ્રાહ્મણો દ્વારા યોજાય હતી. જેમાં ચાર યુગલો એ યજ્ઞ પૂજનનો લાભ લીધો હતો. ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તજનો એ લાભ લીધો હતો…..
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





