BHARUCHNETRANG

નેત્રંગમાં શ્રી શ્રેયાંસનાથ જિનાલયની ગોલ્ડન જ્યુબિલી મહોત્સવ અને રંગે ચંગે ઉજવયો.

નેત્રંગમાં શ્રી શ્રેયાંસનાથ જિનાલયની ગોલ્ડન જ્યુબિલી મહોત્સવ અને રંગે ચંગે ઉજવયો.

 

નેત્રંગ નગરમા શ્રી પ્રેમ – ભુવનભાનુસૂરી સમુદાયના પૂજ્યપાદ દીક્ષાદાનેશ્વરી પ.પૂ. આચાર્ય ભ.શ્રી ગુણરત્નસુરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન મધુરભાષી જૈનાચાર્ય શ્રી મુનીશરત્ન સુરિશ્વરજી મ.સા.ની નિક્ષમાં શ્રી શ્રેયાંસનાથ જિનાલયની એકાવનમી સાલગીરા ત્રી- દિવસીય ભરચક અનુષ્ઠાનો પૂર્વક વિપુલ જનમેદની ચારેય કોર ઉમેરીને જૈન શાસનનો જય જય કાર કર્યો હતો. જૈન મહા સંઘે તન – મન – ધનથી જોડાઈને ઉત્સાહ પૂર્વક લાભ લીધો હતો. બાળકો, યુવાનો તથા વૃદ્ધો ઉલ્લાસભેર જોડાઈને શ્રી નેત્રંગ જૈન સંઘના ટ્રસ્ટીગણ, કાર્યકરો તથા આરાધકો – દાનવીરો ત્રણેય દિવસ સવાર, બપોર અને સાંજે આયોજીત અનુષ્ઠાનો, પ્રભાતિયાં, અભિષેક, પૂજન, સંઇયાભક્તિ, પૂજ્ય ગુરૂ ભગવતોના પ્રવચનો તથા સાધર્મિક ભક્તિમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવી ચાર ચાંદ લગાવ્યા હતા.

 

 

 

આજ વહેલી સવારથી જ પ્રભાતિયાં, સત્રરભેદી પુજા માં ધ્વજ પૂજા આવતા જ શ્રીમતી કપિલાબેન હસમુખલાલ લાલજી પરિવારે સ્વગૃહે ચતુર્થધ સંઘના પગલાં કરાવી ૫૧મી ધજા ચડાવીને શ્રી નેત્રંગ જૈન સંઘનું સ્વામિવાત્સાલ્યનો લાભ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button