
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ-ચીખલી
ચીખલી સાપુતારા સ્ટેટ-વે પર હાલ થોડાં સમય થી મેન્ટેનન્સનું કામ ચાલું કરવામાં આવ્યું છે. જ્યારે આ સાપુતારા થી NH48 ને જોડતો માર્ગ છે. આ માર્ગ મહારાષ્ટ્ર ને અને NH 48 ને જોડતો માર્ગ હોય જેના કારણે સતત રાત દિવસ વાહનો થી ધમધમતો રહે છે. ત્યારે આ માર્ગ પર હાલ સુરખાઈ થી ખડકાળા સુધી મેન્ટેનન્સ નું કામ ચાલુ હોય એમ સંભવિત અધિકારીને પૂછતા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું ત્યારે આ મેન્ટેનન્સ ની કામગીરીને કારણે બેસી ગયેલા માર્ગને તોડીને નવું મટીરીયલ નાખી અને એના પર એક નવો લેયર કરવામાં આવશે એમ જણાવ્યું હતું પણ હાલ માર્ગ પર જે કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે થી વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ રહ્યા હોય એમ લાગી રહ્યું છે.કારણ કે જે જ્યાં માર્ગ બેસી ગયો હતો ત્યાં થી માર્ગ તોડી ને નવું મટીરીયલ નાખવાંમાં આવી રહ્યું છે. જ્યારે એ મટીરીયલ નાખવામાં આવી રહ્યો છે એ રોડ સપાટીથી ઊંચું લેવામાં આવ્યો છે અને જે મટીરીયલ કાઢવામાં આવ્યું એ રોડ ની બાજુ માં જ નાખવામાં આવ્યું છે જેના કારણે એ મટીરીયલ માર્ગ પર પડેલું જૉવા મળી રહ્યું છે. જેને પગલે રાહદારી ના વાહનો ને નુકશાન થઇ રહ્યુ છે. જ્યારે આ પરિસ્થિતિમાં કોઈ અકસ્માત સર્જાય તો કંઈ નવાઈની વાત નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે સંભવીત અધિકારી આ બાબતે શું પગલાં લેશે એ આવનારા દિવસોમાં જોવાનો રહ્યું.
બોક્સ.૧
ચીખલી સાપુતારા માર્ગ પર હાલ જે સુરખાઈ થી ખડકાળા વચ્ચે મેન્ટેનન્સ નું કામ ચાલે છે એના કરતાં વધારે મહત્વનું અઢારપીર થી બામણવેલ વચ્ચે મેન્ટેનન્સ થવું વધારે મહત્વનું બન્યું છે.






