
આજરોજતા.૧૨/૬/૨૩ હા, કંથારિયા મિશ્રશાળા મા કન્યાકેળવણી ને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો
હતો.આપણા ઋષમુનિઓએ આપેલ દીપ દર્શન ના શ્લોક, સરસ્વતી વંદના ના શ્લોક થી શુભ શરૂઆત કરવામાં આવી. શ્રી બીપીનભાઈ તથા શ્રીમતી હેમલતા મેડમે આશિર્વચન આપ્યા. દાતા શ્રી રોશન ભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, નુ સન્માન કરવામાં આવ્યું. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ કરણભાઈ પટેલનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું.મુખ્ય મહેમાન રૂટ લાયઝન શ્રી બીપીનભાઈ,c.d.p.o મેડમ શ્રીમતી હેમલતા બેન, શ્રીમતી દેવાંશી બેન ઉપસ્થિત રહ્યાં હતા.દીપ પ્રાગટ્ય સાહેબ શ્રી, મેડમ શ્રીમતી હેમલતા બેન, દેવાંશી બેન ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. ગામના ઉત્સાહી સરપંચ શ્રીમતી, કમળાબેન, ડેપ્યુટી સરપંચ શ્રી વિરેન્દ્રભાઈ પટેલ,s.m.c સભ્યો, વિદ્યાર્થીઓ, બાળાઓ, માતાઓ, દાતા શ્રી, આજ શાળા મા અભ્યાસ કરી ગયેલ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ સૌ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ પ્રંસંગે બાળકોને તિથીભોજન, આપવામાં આવ્યું. સૌ મહાપ્રસાદ લઈ છૂટા પડ્યા. કાર્યક્રમ નુ સંચાલન આચાર્ય શ્રી હરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





