BHARUCH

કાવલી પંથકમાં ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો ગેલમાં

કાવલી પંથકમાં ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો ગેલમાં.
જંબુસર તાલુકાના કાવલી પંથકમાં આજરોજ અસહ્ય બફારા પછી એકાએક વાતાવરણમાં પલટો આવતા મુશળધાર વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર અત્યારે અષાઢ માસ ચાલી રહ્યો છે. અને ખેડૂતોએ કૃષિમાં ખરીફ પાક ( ચોમાસુ ) તરીકે કપાસ તુવેર અને બાજરીનું વાવણી કરેલ છે જોકે આ વિસ્તારમાં અગાઉ ઢેફાઉ બિયારણ નું વાવેતર કર્યું હતું. પરંતુ સામાન્ય વરસાદ થતાં લાખો રૂપિયો નું બિયારણ જમીનની અંદર ભેજ ન હોવાને કારણે અને વાયરો ફુંકાતાં બહાર નીકળી શક્યું ન હતું જેથી ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ થઈ હતી. જોકે અત્યારે બે દિવસથી કાવલી પંથકમાં કૃષિ યોગ્ય વરસાદ થતાં ખેડૂતોના હૈયાં હરખાયા છે. જમીનમાં વાવણી કરેલ ખરીફ પાકનું બિયારણ ઉગીને ચાસે પડી ગયેલ છે. આજરોજ પણ બપોર પછી એકાએક કાળા દિબાંગ વાદળો ચઢી આવતાં કાવલી પંથકમાં ખેતીલાયક વરસાદ થઈ જતાં ધરતી પુત્રોએ હાશકારો અનુભવ્યો છે.

રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button