
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિવિધ શાળાની તેજસ્વી દીકરીઓએ દ્વારા એક દિવસ માટે ‘તેજસ્વિની જિલ્લા પંચાયત’નું સંચાલન કરવામાં આવ્યું મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધિ હાંસલ કરનાર બાલિકાઓનું સન્માન
દેશની દિકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી દર વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ “રાષ્ટ્રીય બાલિકા દિવસ” તરીકે ઊજવવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ વર્ષે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં જિલ્લાની વિવિધ શાળાની બાલિકાઓ દ્વારા જિલ્લા પંચાયતની સમિતીના અધ્યક્ષ તરીકે નિમણુંક આપી તમામ સંચાલન બાલિકાઓ દ્વારા થાય એવો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો . જેના અનુસંધાને નવસારી જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અંબાબેન માહલાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના ઉપસ્તીથીમાં “રાષ્ટ્રીય બાલિકા દિવસ’’ નિમિત્તે જિલ્લા પંચાયત નવસારીના સભાખંડ ખાતે ‘તેજસ્વિની જિલ્લા પંચાયત’ની રચના કરી એક દિવસ માટે સંચાલનની કામીગીરી બાલિકાઓ દ્વારા કરવામા આવી હતી .
બાલિકાઓને સમાજમાં રહેલ ભેદભાવ દુર કરી સમાનતા લાવવા અને સમાજમાં મુખ્ય પ્રવાહમાં સામેલ કરી આત્મવિશ્વાસ કેળવાઈ અને લોકશાહીના મુલ્યો તથા નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેવા આશયથી પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે અને તેમનામાં જાગૃતતા આવે તેવા હેતુસર બાલિકાઓ દ્વારા જીલ્લા પંચાયતના સભ્યોની સમકક્ષ ભુમિકા ભજવી દીકરીઓના જન્મ અને શિક્ષણ, રાજનૈતિક સશક્તિકરણ, દીકરીઓના હક્ક અને અધિકાર, સામાજીક દુષણો વગેરે જેવા મુદ્દાઓ પર દીકરીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી .
‘તેજસ્વિની જીલ્લા પંચાયત’ના પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ સમિતીના અધ્યક્ષ અને સભ્યોનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું . ઉપરાંત જિલ્લાની દિકરીઓ કે જેમણે રાષ્ટ્રિય, રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ રમત ગમત, કલા સાહિત્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રે ઉત્કૃષ્ટ તેવી દિકરીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
નવસારી જિલ્લામાં કાર્યરત પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી તમામ દિકરીઓને આવરી લઈ દિકરીઓની શારીરિક, માનસિક, તેમજ અન્ય સમસ્યાઓના સમાધાન માટે શાળાદીઠ ૨ થી ૩ દિકરીઓ સાથે ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી ગૃપ બનાવી બાલિકા ક્લબની રચના કરવાની જાહેરાત આ પ્રસંગે કરવામાં આવી હતી .
ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષશ્રી અરવિંદભાઈ પાઠક , જિલ્લા પંચાયતની સમિતિના અન્ય સભ્યો તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી ના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.