BHARUCH

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના “કાવી”ગામે, ડો. તુષાર પટેલ સંચાલિત જંબુસર જનરલ હોસ્પિટલ દ્વારા “સગર્ભા બહેનો”માટે કેમ્પ.

.
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના “કાવી”ગામે, ડો. તુષાર પટેલ સંચાલિત જંબુસર જનરલ હોસ્પિટલ દ્વારા “સગર્ભા બહેનો”માટે કેમ્પ.

કાવી ગામે જંબુસર જનરલ હોસ્પિટલના તજજ્ઞ અને નામાંકિત ડોક્ટરો દ્વારા કાવી પી. એચ. સી.ના મેડિકલ ઓફિસર અશોક કુમાર પ્રભાત અને ઇમરાન ગાસિયાના સહયોગથી, તાલુકા હેલ્થ ઓફિસર, ઓમકાર દેસાઈના અઘ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું.

ડો. તુષાર પટેલની વિશેષ ઉપસ્થતિમાં દીપ પ્રગટાવી, હોસ્પિટલના પ્રસુતિ નિષ્ણાંત ડો. કેતન નિઝામાં,કાવી ગ્રામપંચાયત સરપંચ, સાજીદ મુન્શી, ઉપસરપંચ, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય,વગેરેની ઉપસ્થિતિમાં કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો. કેમ્પમાં કાવીની આજુબાજુના ગામડાઓમાંથી આશાવર્કર બહેનો ,CHO,FHW,MPHW તેમજ ગ્રામજનોના સહકારથી, પ્રસુતાં બહેનોનું મફતમાં ચેકઅપ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પેગ્નન્સીને લગતી દવાઓ આપવામાં આવી.

સદર કેમ્પમાં ૧૫૦ થી વધુ બહેનોએ લાભ લઇ નિષ્ણાંત ડોક્ટરોનું માર્ગદર્શન મેળવ્યું

[wptube id="1252022"]
Back to top button