ગુજરાત રાજ્ય સરકાર ના પાણી પુરવઠા વિભાગ ના કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા એ ઉત્તરબારા સુધારણા જુથ પા.પુ.યોજના ના જંબુસર તાલુકા ના કલક ગામે મુલાકાત લિઘી

ગુજરાત રાજ્ય સરકાર ના પાણી પુરવઠા વિભાગ ના કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા એ ઉત્તરબારા સુધારણા જુથ પા.પુ.યોજના ના જંબુસર તાલુકા ના કલક ગામ સ્થિત હેડ વર્ક્સ ની મુલાકાત લઈ યોજના ની તથા થયેલ કામો ની માહિતી મેળવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ગુજરાત રાજ્ય સરકાર ના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ ના કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા
એ જંબુસર તાલુકા મા ચાલી રહેલ પાણી પુરવઠા વિભાગ ની ઉત્તરબારા સુધારણા જુથ યોજના અંતર્ગત ચાલી રહેલ કામો ની સમીક્ષા કરવા જંબુસર ખાતે આવ્યા હતા.તેઓ એ પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓ સાથે મીટિંગ કરી જાણકારી મેળવી હતી.તથા ઉત્તર બારા સુધારણા જુથ યોજના હેઠળ તાલુકા ના કલક ગામ સ્થિત હેડ વર્ક્સ મુલાકાત લીધી હતી.અને ત્યા ચાલી રહેલ કામો નુ નિરીક્ષણ કર્યુ હતુ.મંત્રી કુવરજી બાવળીયા સાથે માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા સહિત ભાજપ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 





