BHARUCH
ભરૂચ જીલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ પાયલોટની સિધ્ધી હાંસલ કરતી ખેડૂતની દીકરી ઉર્વશી દુબેને પ્રશસ્તિપત્ર આપી અભિનંદન પાઠવ્યા

જિલ્લાના સમાહર્તા શ્રી તુષાર સુમેરાએ પાયલોટની સિધ્ધી હાંસલ કરતી ખેડૂતની દીકરી ઉર્વશી દુબેને પ્રશસ્તિપત્ર આપી અભિનંદન પાઠવ્યા
ભરૂચ- ગુરુવાર- ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની કીમોજ ગામના ખેડૂત પરિવારની દીકરી સુ.શ્રી ઉર્વશી દુબેએ પાયલોટ બની ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. અથાક પરિશ્રમનું પરિણામ બનતી પાયલોટ ઉર્વશી દુબને આ સિધ્ધી બદલ ભરૂચના સમાહર્તા શ્રી તુષાર સુમેરાએ અભિનંદન પાઠવતા આજ રોજ પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાઢીને સન્માનિત કરતા ઉજજવળ ભવિષ્યની કામના કરી હતી.
મન હોઈ તો માળવે જવાયની કહેવતને ખરા અર્થમાં ચરિતાર્થ કરતી ઉર્વશીની મહેનત અને કંઈક કરી છુટવાની પિતાની દ્રઠ માનસિકતા સાથે કાકાના આર્થિક સપોર્ટથી પોયલોટની ટ્રેંનીગ પુરી કરી પાયલોટ બની ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





