
ડેડીયાપાડા બેસણા ગામના નિવૃત જવાન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
તાહિર મેમણ : ડેડીયાપાડા – 09/04-2024 – નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના બેસણા ગામના નિવૃત જવાન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.દેશના દુશ્મનનો દાંત ખાટા આર્મીના જવાન ને ખુબ માન અને સન્માન આપતાં હોય છે ભારતીય સેના માંથી નિવૃત થઈ ને ડેડીયાપાડા આવેલા નિવૃત જવાનને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડીયાપડા ના બેસણા ગામના ગુરજીભાઈ રામસિંગભાઈ વસાવ ભારતીય થલ સેનામાં 17 વર્ષ સેવા આપી વય નિવૃત થતા આજરોજ પોતાના માદરે વતન આવતા ડેડીયાપડા તથા બેસણા ગામ તેમજ આદિવાસી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ ડેડીયાપડા થી વાજતે ગાજતે બેસણા ગામે પહોચ્યા હતાં.
[wptube id="1252022"]