જંબુસર તાલુકા ના મહાપુરા ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈન વરસાદી કાસ માં નાખતા હોય આ કામગીરી નો ગ્રામજનો એ વિરોધ વ્યક્ત કર્યો

જંબુસર
જંબુસર તાલુકા ના મહાપુરા ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈન વરસાદી કાસ માં નાખતા હોય આ કામગીરી નો ગ્રામજનો એ વિરોધ વ્યક્ત કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતિ અનુસાર જંબુસર તાલુકા ના મહાપુરા ગામે ગ્રામ પંચાયત દ્વારા હાલ મા ગટર લાઈન નું કામ હાથ ધરેલ છે. આ કામ ની મહાપુરા ગામ ના અગ્રણીઓ દ્વારા ચકાસણી કરતા કોન્ટ્રાકટર દ્વારા વરસાદી કાસ ની અંદર ગટર લાઈન નાખવા માં આવી હોવાનુ જણાઈ આવ્યુ હતુ. આ ગામ પૂરગ્રસ્ત છે અને મહાપુરા ગામના આ કાસ માં વરસાદી સીઝન મા જંબુસર તાલુકા ના ગામડાઓ તથા જંબુસર શહેર ના અમુક વિસ્તાર નું પાણી આ કાસમાં રહીને જાય છે. દર પાંચ છ વર્ષે આ કાંસ ને ઊંડા કરવા પડે છે અને ઊંડા કાંસ કરે તોજ પાણીનો નિકાલ થાય છે. અને જો આ પાણીનો નિકાલ ના થાય તો કાસ ઓવરફ્લો થવાથી પાણી મહાપુરા ગામમા ભરાય છે. કોન્ટ્રાકટર દ્વારા આ કાસમાં ગટર લાઈનવચ્ચે વચ્ચ નાખવા માં આવી છે તો આવનાર સમય માં આ કાંસ ઊંડા કરવાનો હોય તો કેવી રીતે થાય? કાંસ સાફ કરવા જઇયે તો ગટર લાઈન ઉપર હોય કાંસ ની સફાઈ કે ઊંડો કરવાની કામગીરી મા ગટર લાઈન અડચણ રૂપ બને તેમ હોય જેના કારણે ગ્રામ અગ્રણીઓ એ આ ગટર લાઈન સાઈડ પર નાંખે તેવી માંગ કરી ને તાલુકા વિકાસ અધિકારી ને આ બાબતે લેખિત મા રજુઆત કરી છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





