AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા ‘બહેતર ભારતની બુનિયા’ મહાધિવેશન બેગ્લોર ખાતે યોજાશે

ભારત દેશમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને દેશમાં નફરતની રાજનીતિ સામે ભારતીય યુવા કોંગ્રેસનું મહાઅધિવેશ 26,27 અને 28 તારીખના બેગ્લોર ખાતે યોજાવા જઈ રહ્યું છે તેના વિશે ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા આગોતરું આયોજન કરીને વિશાળ સંખ્યામાં હોદેદારો મહાઅધિવેશનમાં ભાગ લેશે તેના વિશે પ્રેસ વાર્તા યોજવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રભારી રાકેશ સિન્હાએ ‘બહેતર ભારત કી બુનિયાદ’ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત દેશમાં અનેક સમસ્યા છે. જેમાં યુવાનોમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. દેશમાં નફરતની રાજનીતિ વધી રહી છે.બહેતર ભારતની બુનિયાદ મહાધિવેશનમાં ભારત દેશની સળગતી સમસ્યાઓને ખુલ્લી પાડવામાં આવશે.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે બેગ્લોર ખાતે બહેતર ભારતની બુનિયાદ મહાધિવેશનમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના હોદેદારો ભાગ લેશે.તેઓ વધુમાં કહ્યું હતું કે ભારત દેશમાં ભાજપની સરકાર દ્વારા નફરતની રાજનીતિ કરવામાં આવી રહી છે તેના લીધે અનેક રીતે રાષ્ટ્રને નુકશાન થઈ રહ્યું છે તેના સામે ભારતીય યુવા કોંગ્રેસ મહાધિવેશનમાં ચર્ચા કરવામાં આવશે.
આ પ્રસંગ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના આગેવાન મહિપાલસિંહ ગઢવી, સોશિયલ મીડિયાના પ્રભારી વિકી ભદોરિયા, પ્રદેશ મહામંત્રી મુકેશ આંજણા, સોહેલ રાજ, રાજ મંડપવાલા, યુવા કોંગ્રેસના અમદાવાદ શહેર પ્રમુખ ઈમ્મીભાઈ વગેરે હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button