BHARUCHBHARUCH CITY / TALUKO

નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઈ ટી.સેલ)ના ગુજરત પ્રદેશ પ્રમુખ તરીકે હિતેશગીરી ગોસ્વામીની વરણી.

 

ગુજરત રાજ્યના ૩૩ જિલ્લાના નાના છેવાળા ના ગામડાઓ સુધી ના પ્રત્યેક વ્યક્તિ ને સરકારી યોજાઓનો લાભ મળે તેમજ સામાજિક રીતે લોકોને મદદ રૂપ થવાના હેતુ થી કાર્ય કરતું નરેન્દ્ર મોદી વિચાર મંચ છેલ્લા ઘણા વર્ષો થી કાર્યરત છે,આ મંચ થકી અત્યાર સુધી અનેક અંતરિયાળ વિસ્તારોમાં વસ્તા લોકોને મંચ ના સક્રિય રહેલા સભ્યો રાત દિવસઃ મદદ રૂપ થઇ રહ્યા છે.

 

ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચ માન. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યજીનાં માર્ગદર્શન હેઠળ અને આઈ.ટી.સેલ રાષ્ટ્રીય અધ્યક્ષ રેખાદીદી રાવલ દ્વારા નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઈ ટી.સેલ)ના ગુજરત પ્રદેશ પ્રમુખ તરીકે હિતેશગીરી ગોસ્વામી તેમજ પ્રદેશ મહામંત્રી તરીકે મહેશ્વરસિંહ રાજપુરોહિત ની વરણી કરવામાં આવી છે.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

[wptube id="1252022"]
Back to top button