જંબુસર શહેર માં આવેલી ઉર્દુ કન્યા શાળામાં વાર્ષિકોત્સવ તેમજ ધોરણ ૮ની કન્યાઓનો વિદાય સમારંભ નું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું હતું.

જંબુસર શહેર માં આવેલી ઉર્દુ કન્યા શાળામાં વાર્ષિકોત્સવ તેમજ ધોરણ ૮ની કન્યાઓનો વિદાય સમારંભ નું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ : ૧ થી ૮સુધીની તમામ વિદ્યાર્થીને અલગ અલગ પ્રવૃત્તિઓ ,અભિનય ગીત, નાટક દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. આ કાર્યક્રમની અંદર માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી કાનજીભાઈ સાહેબ ,બીઆરસી અશ્વિનભાઈ પઢીયાર સાહેબ, રાજેન્દ્રસિંહ ચૌહાણ ,બીપીનભાઇ મહિડા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને શોભાવંત બનાવ્યો હતો. બી.આર.સી સાહેબશ્રીએ જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ અન્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રી એ બાળકોને સંસ્કાર ,શિક્ષણ અને સરકારી શાળામાં અભ્યાસ કરવાના મહત્વ વિશે મહત્વ સમજાવ્યું હતું આમ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક તે ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળાના આચાર્યશ્રી ,શિક્ષક ગણ અને તમામ વાલી, માતા, પિતાશ્રીઓનો અને મહે
માનશ્રી આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





